આદિવાસી સમુદાયને ભેટ આપવાનો રોડમેપ તૈયાર, જાણો હવે શું મળશે લાભ
આદિવાસી સમાજ માટે આજે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આદિવાસી સમુદાયના વિકાસ માટે શું આયોજન કરવામાં આવશે તેના વિશે માહીતી આપવામાં આવી હતી.
મહત્વનુ છે કે નવી સરકાર બનતા દરેક વિભાગને ટાર્ગેટ આપી દેવામાં આવ્યો હતો. જેમાં ભૂપેન્દ્ર પટેલે 100 દિવસમાં તમે તમારા વિભાગમાં ક્યા પ્રકારે વિકાસ કરશો તેનુ આયોજન કોબીનેટમાં રજૂ કરવા માટે જણાવ્યું હતું. આજે રાજય સરકારની બીજી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકાર નવા વર્ષમા આદિવાસી સમુદાયને ભેટ આપવાનો રોડમેપ તૈયાર કર્યો છે.
1050 આદિવાસીઓને અધિકારપત્ર અપાશે
આદિજાતિ વિકાસ વિભાગનો 100 દિવસનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 100 દિવસની અંદર જંગલની જમીન ખેડતા આદિવાસીઓને અધિકાર પત્ર અપાશે. અંદાજે 1050 જેટલા આદિવાસીઓને જંગલની જમીનના અધિકારી પત્ર અપાશે. જેમાં બનાસકાંઠાના 300, નવસારીના 100 આદીવાસીઓને અધિકાર પત્ર અપાશે. તેમજ તાપી200 વલસાડ 300, જ્યારે પંચમહાલ,સાબરકાંઠા,ભરૂચના 50-50 આદિવાસીને આ અધિકાર પત્રનો લાભ અપાશે.
રોજગારી માટે 8 તાલિમ કેન્દ્ર ઉભા કરાશે
આદિવાસી ખેડૂતોને રાજ્ય સરકાર પશુપાલન માટે 5,000 દૂધાળા પશુઓ પણ અપાશે. જ્યારે આદિવાસી યુવાઓને રોજગારી માટે 8 નવા તાલિમ કેન્દ્ર આદિવાસી વિભાગ ઉભા કરાશે. અને આ આઠ તાલીમ કેન્દ્રોમાં આશરે 2500 જેટલા યુવાનોને તાલિમ અપાશે, મેડિકલ, ઈજનેરી અભ્યાસમાં આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે કોંચિંગ ક્લાસ પણ ઉભા કરાશે. તેવો આદિજાતી વિકાસનો રોડ મેપ આજે રજૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : નેપાળમાં એક જ કલાકમાં બે વાર ભૂકંપના આંચકા, સ્થાનિકોમાં ભયનો માહોલ