T-shirtમાં ઠંડી નથી લાગતી ? આ સવાલનો રાહુલે આપ્યો જોરદાર જવાબ
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા યોજવામાં આવી રહી છે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા દિલ્હી પહોંચી છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની T-shirt સૌથી વધુ ચર્ચામાં છે.
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ માત્ર T-shirtમાં જોવા મળે છે. રાહુલ ગાંધીની T-shirt પહેરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કડકડતી ઠંડીમાં પણ રાહુલ માત્ર ટી-શર્ટમાં જ જોવા મળે છે. હવે લોકોને એ સવાલ એ છે કે શું રાહુલ ગાંધીને ઠંડી નથી લાગી રહી? જ્યારે રાહુલ ગાંધીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે પોતે જ જવાબ આપ્યો.
#WATCH | Congress MP Rahul Gandhi replies to a question about him wearing a T-shirt.
Reporter to Rahul Gandhi: Today also in T-shirt…
Rahul Gandhi: T-shirt hi chal rahi hai aur jab tak chal rahi hai chalayenge… pic.twitter.com/S5OB4TuKfZ
— ANI (@ANI) December 28, 2022
અત્યારે માત્ર T-shirt જ કામ કરે છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના સ્થાપના દિવસના અવસર પર રાહુલ ગાંધી દિલ્હીમાં પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા. સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટી કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી પણ T-shirt પહેરીને અહીં પહોંચ્યા હતા. ત્યાં હાજર એક પત્રકારે રાહુલ ગાંધીને T-shirt અંગે સવાલ કર્યો. રાહુલે આનો રસપ્રદ જવાબ આપ્યો. રાહુલે કહ્યું, ‘અત્યારે માત્ર T-shirt ચાલે છે અને જ્યાં સુધી ટી-શર્ટ ચાલશે ત્યાં સુધી ચલાવીશું.’
ભારત જોડો યાત્રા વિરામ પર
ભારત જોડો યાત્રા હાલમાં વિરામ પર છે. ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચી હતી. 3 જાન્યુઆરીએ ફરી દિલ્હીના કાશ્મીરી ગેટથી યાત્રા શરૂ થશે. અહેવાલો અનુસાર જમ્મુ-કાશ્મીરની આ મુલાકાતમાં ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પણ ભાગ લેશે.