ટ્રેન્ડિંગવર્લ્ડ

નેપાળમાં એક જ કલાકમાં બે વાર ભૂકંપના આંચકા, સ્થાનિકોમાં ભયનો માહોલ

Text To Speech

નેપાળમાં એક કલાકમાં બે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. નેપાળમાં એક કલાકમાં 4.7 અને 5.3ની તીવ્રતાના આંચકા આવ્યા હતા. એક કલાકકમાં બે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહેલ સર્જાયો હતો.

ભૂકંપ-humdekhengenews

4.7 અને 5.3 તીવ્રતાના આંચકા અનુભવાયા

મળતી માહીતી મુજબ આજે નેપાળમાં એક કલાકમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર નેપાળના જણાવ્યા અનુસાર, નેપાળમાં આવેલ બાગલુંગ જિલ્લામાં અનુભવાયેલા આ ભૂકંપની 4.7 અને 5.3 તીવ્રતા હતી. અને આ ભૂકંપ બપોરે 1 થી 2ની વચ્ચે ભૂકંપ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે ભૂકંપના આ આંચકાને લઈને કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકસાન પહોચ્યું હોવાના અહેવાલ નથી. પરંતુ વારંવાર અનુભવાતા ભૂકંપના આંચકાંથી અહીના લોકોમાં ભયનો માહોલ સર્જોયો છે.

ભૂકંપનું એપીસેન્ટર

નેપાળમાં આવેલ આ ભૂકંપના આંચકાના એપીસેન્ટરની વાત કરવામાં આવે તો NEMRCના રીડિંગ્સ અનુસાર, પહેલા ભૂકંપનું એપીસેન્ટર બાગલુંગ જિલ્લામાં હતું. બાગલુંગ જિલ્લામાં 01:23 (સ્થાનિક સમય) પર 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જ્યારે બીજા નેપાળમાં આવેલ બીજા ભૂકંપનું એપીસેન્ટર બાગલુંગ જિલ્લાના ખુંગાની આસપાસ હતું. જેમાં 02:07 (સ્થાનિક સમય) પર 5.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જો ભૂકંપની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી.

આ પણ વાંચો : પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ : સેવા દિનની ઉજવણી, જાણો સમગ્ર કાર્યક્રમ

Back to top button