કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

ગોંડલ- રીબડા જૂથ વિવાદ : પાટીદાર આગેવાન રાજુ સખીયાને કેમ આપાયું પોલીસ પ્રોટેક્શન, જાણો શું છે મામલો

Text To Speech

ગોંડલ– રીબડા જૂથ વિવાદ વધુ વકર્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગોંડલ- રીબડામાં જે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં હવે ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખીયાને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજુ સખીયાને ગોંડલ બહાર જવા પર પણ પોલીસને જાણ કરવા તાકીદ કરવામાં આવી છે. જેથી હવે આ વિવાદ વધુ ઉગ્ર રૂપ ધારણ બનતો જાય તેમ લાગી રહ્યું છે.

રાજુ સખીયાને અપાયું પોલીસ રક્ષણ

ગોંડલ- રીબડા જૂથ વિવાદ રાજુ સખીયાએ અનેક વખત નિવેદન આપ્યું હોવાથી પરિસ્થિતી વણસતી જણાતા પોલીસ રક્ષણ માંગ્યા વગર પણ તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. તેમના સુરક્ષા માટે 2 પોલીસ કર્મીઓને રાખવામા આવ્યા છે. અને રાજુ સખીયાને ગોંડલ બહાર જવા પર પણ પોલીસને જાણ કરવા તાકીદ કરવામાં આવી છે.

ગોંડલ-રીબડા-humdekhengenews

જાણો શુ હતો મામલો

પાટીદાર આગેવાન રાજુ સખીયાએ ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને અનેક વખત બંને વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. તેમના નિવેદનોને લઈને હાલ રિબડા અને ગોંડલના બંન્ને આગેવાનોમાં રોષ છે. તાજેતરમાં જ રાજુ સખીયાએ એક નિવેદન આપ્યું હતુ જેમાં તેમણે કહ્યું હતુ કે જ્યારે જ્યરાજસિંહ ગોંડલના ધારાભ્યના હતા અને તે બંન્ને એકબીજીના મિત્ર બતા ત્યારે રીબડામાં સસ્તા ભાવે જમીન ખરીદી લેવામાં આવી હતી. અને હાલ રાજ્યારે બંન્ને વચ્ચે વિવાદ સર્જાયો છે. ત્યારે તેઓ પાટીદાર બચાવોની વાતો કરે છે. તેમનુ આ નિવેદન ભારે ચર્ચામાં રહ્યું હતું. અને હાલ આ મામલો ખૂબ ગરમાયેલો પણ છે. જેથી પરિસ્થિતીને જોતા પોલીસે તેમણે સામેથી સુરક્ષા આપી છે.

આ પણ વાંચો : રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, હવે કોઈપણ કંપની રેલવેની જમીન પર લગાવી શકશે ટાવર

Back to top button