ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નવી શિક્ષણ નિતી મુજબ આ ધોરણના વિદ્યાર્થીઓને મળશે ‘બેગલેસ અભ્યાસ’ની સુવિધા

Text To Speech

ગુજરાતમાં નવી શિક્ષણનીતિને લઈને નવ નિયુક્ત શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું ટ્વીટ સામે આવ્યુ છે. જેમાં ધોરણ 6થી 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજનની પ્રવૃત્તિ કરાવવામાં આવશે, તેમજ સુથારકામ, મેટલવર્ક, બાગકામ સહિત માટીકામની પણ પ્રવૃત્તિઓ પણ શાળામાં શિખવવામાં આવશે. તે 10 દિવસ બેગલેસ શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: હવે સરકાર કરશે મોંઘવારી પર હુમલો! ઘઉં અને લોટના ભાવ ઘટશે, જાણો કેવી રીતે

શિક્ષણ નિતીને લઈને નવા નિયમ

શપથ લીધા બાદ ગુજરાત સરકાર એક્શનમોડમાં આવી ગઈ છે. અને તે બાદ અને નવી નિતીઓ અને નિયમોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે શિક્ષણ નિતીને લઈને રાજ્યનાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરએ ધો. 6થી 8માં દસ દિવસ “બેગલેસ” પિરિયડની શરુઆત કરવાનું નક્કી કર્યુ છે. જે મુજબ બાળકોએ ઘરેથી બેગ લીધા વગર શાળાએ જશે. ત્યારે આ દસ દિવસ દરમિયાન તેઓને અલગ અલગ શારિરીક અને માનસિક વિકાસને લગતી પ્રવૃત્તિઓ શિખવવામાં આવશે.

કુબેર ડિંડોરે ટ્વીટ કર્યું

નવી શિક્ષણ નીતિને લઈને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કર્યું છે. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ 10 દિવસ માટે બેગલેસ શિક્ષણ મેળવશે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું છે કે, ધોરણ 6થી 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવશે. તેમજ તે અનુસાર શિક્ષણ આપવામાં આવશે, વિદ્યાર્થીઓને સુથારીકામ, મેટલવર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃતિઓ કરાવાશે.

Back to top button