યુદ્ધ વચ્ચે હવે રશિયાએ યુક્રેનને આપી ધમકી, કહ્યું પ્રસ્તાવ સ્વીકારો નહીં તો..
રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે. વર્ષ પૂરું થવાનું છે, પરંતુ યુદ્ધ સમાપ્ત થવાને બદલે તે લાંબું થઈ રહ્યું છે. હવે યુક્રેનને ધમકી આપતા રશિયાએ બેફામ કહી દીધું છે કે અમારી દરખાસ્તો પૂરી કરો, નહીં તો સેના નક્કી કરશે શું કરવું. રશિયાએ કહ્યું કે યુક્રેન સારી રીતે જાણે છે કે અમારી દરખાસ્તો શું છે. તેથી, તે વધુ સારું છે કે કિવ (યુક્રેન) તેના પોતાના સારા માટે આ શરતોને પૂર્ણ કરે.
આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને PM મોદીએ ફોન પર વાત કરી
દરખાસ્તો સ્વીકારવા દબાણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું કે યુક્રેનની સેનાએ આપણા કબજા હેઠળના વિસ્તારમાંથી હટી જવું જોઈએ અને પોતાના ભલા માટે શરતો સ્વીકારી લેવી જોઈએ. નહિંતર રશિયન સૈનિકો નક્કી કરશે કે શું કરવું. કારણ કે અમે સતત એ વાત પર ભાર આપી રહ્યા છીએ કે ખતરો ઓછો થવો જોઈએ. પરંતુ આ માટે અમારી દરખાસ્તો સ્વીકારવી જરૂરી છે. રશિયાના વિદેશ મંત્રી લવરોવે કહ્યું કે સંઘર્ષ કેટલો સમય ચાલશે તે વાત આવે છે ત્યારે સ્પષ્ટ છે કે બોલ તેમના કોર્ટમાં છે અને તેની પાછળ અમેરિકા છે. તેમણે કહ્યું કે અમે દરખાસ્તો અંગે ખૂબ જ સ્પષ્ટ છીએ.
સર્ગેઈ લવરોવેની યુક્રેનને ધમકી
સર્ગેઈ લવરોવે કહ્યું કે અમે આ યુદ્ધની શરૂઆતથી જ કહી રહ્યા છીએ કે યુક્રેન અને તેના પશ્ચિમી સહયોગીઓ આ જમીન હડપ કરવા માટે સામ્રાજ્યવાદી શૈલી અપનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બરમાં રશિયાએ જનમત સંગ્રહ બાદ યુક્રેનના 4 પ્રાંત ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસનને જોડ્યા હતા. જેને કિવ અને તેના સાથીઓએ ગેરકાયદેસર ગણાવીને નકારી કાઢી હતી.
આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે મોસ્કો હંમેશા વાતચીત માટે તૈયાર છે. યુક્રેન અને તેના સમર્થક પશ્ચિમી દેશોના કારણે મંત્રણા થઈ રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.