GPSCની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુશ ખબર, સાત પરીક્ષા માટે જાહેર કરાયું કેલેન્ડર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જીપીએસસીની વિવિધ પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમા આગામી મે મહીનામાં જુદી જુદી સાત પરીક્ષાઓની તારિખ જાહેર કરવામા આવી છે.
GPSCપરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર
નવા વર્ષમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે જીપીએસ સીએ વર્ગ 1 અને 2ની પરીક્ષા પ્રિલીમનું કેલેન્ડર જાહેર કર્યું છે. જીપીએસસીની સાત પરીક્ષાનું કલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં 8 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી પ્રાથમિક કસોટીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
આ દિવસે યોજાશે પરિક્ષા
GPSC દ્વારા આજે નવા વર્ષ2023માં મે મહિનામાં સાત પરીક્ષાઓ યોજાશે. જેમાં વર્ગ 1-2 ની પરીક્ષા આઠ જાન્યુઆરીએ લેવાશે અને કાયદા અધિકારી, ક્યુરેટર અને ગુજરાત ઇજનેરી સેવાની 22 જાન્યુઆરીએ પરીક્ષા લેવાશે. હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ-2 અને ઇજનેરી સેવાની પાંચ ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ઉમેદવારો આજથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
આ પણ વાંચો :ઘેલા સોમનાથ મહાદેવ મંદિરને લઈને કલેક્ટરે આપ્યો આ નવો આદેશ