ટોપ ન્યૂઝનેશનલ

સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી, કોંગ્રેસીઓને ભરત ગણાવ્યા; ભાજપે કહ્યું હિન્દુઓની આસ્થાનું અપમાન

Text To Speech

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી છે. તેમણે કહ્યું- ભગવાન રામની ‘ખડાઉ’ (લાકડાની પાદુકા જે ધાર્મિક કર્મકાંડમાં પહેરવામાં આવે છે) ઘણી આગળ વધે છે. કેટલીકવાર ભરત ‘ખડાઉ’ લે છે અને એવી જગ્યાએ જાય છે જ્યાં રામજી જઈ શકતા નથી. ભરતની જેમ અમે પણ યુપીમાં ‘ખડાઉ’ને લઈ ગયા છીએ. હવે જ્યારે ખડાઉ યુપી પહોંચી ગઈ છે, ત્યારે રામજી (રાહુલ ગાંધી) પણ આવશે.

ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર સલમાન ખુર્શીદે કહ્યું કે, ‘રાહુલ ગાંધી યોગી જેવા છે, જે ધ્યાનથી તપ કરી રહ્યા છે. તે સુપર હ્યુમન છે. આપણે ઠંડીમાં ધ્રુજી રહ્યા છે જેકેટો પહેરી બહાર નીકળીએ છે, રાહુલ ગાંધી માત્ર ટી-શર્ટ પહેરી બહાર ફરી રહ્યા છે. તે યોગી જેવા છે જે ધ્યાન કેન્દ્રિત કરીને તપ કરી રહ્યા છે’.

આ હિન્દુ આસ્થાનું અપમાન છે- ભાજપ
ભાજપના શહજાદ પૂનાવાલાએ ટ્વિટર પર સલમાન ખુર્શીદની ટિપ્પણીને હિન્દુ આસ્થાનું અપમાન ગણાવ્યું છે. ‘સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન શ્રી રામ સાથે કરી છે, પોતાની તુલના ભરત સાથે કરી છે. આ આઘાતજનક છે. શું તે કોઈની તુલના બીજા ધર્મોના ભગવાન સાથે કરવાની હિંમત કરશે? રામજીના અસ્તિત્વને નકારવું અને રામ મંદિર બનાવતા રોકવું એ હવે હિન્દુ આસ્થાનું અપમાન છે. શું જનોઈધારી રાહુલ આ વાત સાથે સહમત છે?

દિલ્હી પહોંચી ભારત જોડો યાત્રા
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ દિલ્હીમાંથી પસાર થઈ રહી છે. આ યાત્રા અત્યાર સુધી કન્યાકુમારી, તમિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીથી પસાર થઈ છે. યાત્રા 8 દિવસના વિરામ પછી ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને અંતે જમ્મુ કાશ્મીર તરફ આગળ વધશે.

Back to top button