ધર્મમધ્ય ગુજરાતશતાબ્દી મહોત્સવ

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ : વિચરણ સ્મૃતિદિનમાં શું હશે વિશેષ

અમદાવાદ 15 ડિસેમ્બરથી એક મહિના માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી તેમજ અન્ય વડીલ સંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મહોત્સવને ખુલ્લો મૂકાયો હતો. ત્યારે આ મહોત્સવમાં ભાગ લેવા દેશ-વિદેશના હરિભક્તો અને ગુજરાતના હરિભક્તોની ભીડ રોજ ઉમટી પડે છે.

આ પણ વાંચો : પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્વમાં 8 થી 10 લાખ પેકેજ છોડીને યુવકો કરે છે ટોયલેટ સાફ કરવાની સેવા

આ શતાબ્દી મહોત્સવમાં મુલાકાતીઓને પણ હવે ડિજિટલાઇઝેશનનો લહાવો પણ મળશે. હવે લાખો અનુયાયીઓ ને મુલાકાતીઓ ધારે તો સિંગલ ક્લિકમાં અનેક સુવિધાઓ મેળવી શકશે. આ શતાબ્દી મહોત્સવમાં મુલાકાતીઓને પણ હવે ડિજિટલાઇઝેશનનો લહાવો લેવા મળી રહ્યો છે. લાખો અનુયાયીઓ અને મુલાકાતીઓ ધારે તો સિંગલ ક્લિકમાં અનેક સુવિધાઓનો લાભ મેળવી શકશે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ - Humdekhengenews

આ મહોત્સવમાં રોજ અલગ-અલગ કાર્યક્રમો અને દિનના ઉજવણી કરવામા આવે છે. જેમા રોજ વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ આ કાર્યક્રમોમાં રોજ મોટા-મોટો દિગ્ગજ નેતાઓથી લઈને સુપરસ્ટારો આ મહોત્સવની મુલાકાતે આવે છે.

વિચરણ સ્મૃતિદિન ખાસ ઉજવણી

આજે પ્રમુખ સ્વામી શતાબ્દી મહાત્વસનો આજે 13મો દિવસ છે. જેમાં આજે 27 ડિસેમ્બરના રોજ વિચરણ સ્મૃતિદિન ખાસ ઉજવણી કરવામા આવશે. જેમાં મોટા-મોટા મહાનુભાવો ઉપસ્થિત રહશે. તેમજ પ્રમુખ સ્વામી દ્વારા કરવામાં આવેલ ઘર-ઘર વિચરણની સ્મૃતિઓની રજૂઆત કરવામા આવશે. આ મહોત્સવમાં રોજ એક લાખથી વધુ ભાવિક ભકતો પ્રમુખસ્વામી નગર નિહાળવા પહોંચે છે.

પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ - Humdekhengenews

કોરોના ગાઈલાઈનનું પાલન

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને પ્રમુખસ્વામી નગરમાં આવતા ભક્તો માટે કોરોના ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં વિદેશથી આવતા ભક્તોને ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવો પડશે. અને તમામને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ રાખવુ, બીમાર વ્યક્તિએ આવવુ નહી વગેરે નિયમોનું પાલન કરાવવામાં આવશે.

આ પણ વાંચો : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ‘ગ્લો ગાર્ડન’, જાણો શું છે આની ખાસિયત…..

ઓગણજ સર્કલ પાસે બેરિકેડ્સ મૂકીને વાહનોને વૈષ્ણોદેવી તરફ ડાઇવર્ટ 

આ નગરમાં પ્રમુખસ્વામીની 30 ફૂટ ઊંચી મૂર્તિ ઉપરાંત દિલ્હી સ્થિત અક્ષરધામની પ્રતિકૃતિ રૂપ અક્ષરધામ, પાંચ પ્રદર્શન ખંડ તેમ જ ગ્લો ગાર્ડન, બાળનગરી, લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતનાં વિવિધ જોવાલાયક સ્થળો ઊભાં કરવામાં આવ્યાં છે. ટ્રાફિક-પોલીસની સાથે સ્વયંસેવકો ઉપરાંત ખુદ સ્વામી પણ સાંજના સમયે ઊભા રહેતા હોય છે. ત્યાં સુધી કે ઓગણજ સર્કલ પાસે બેરિકેડ્સ મૂકીને વાહનોને વૈષ્ણોદેવી તરફ ડાઇવર્ટ કરવામાં આવે છે.

Back to top button