ટ્રેન્ડિંગમનોરંજન

“ફલક” થી લઈ “ટાઈગર અભી જીંદા હૈ” સુધીની સફર, જાણો સલમાન ખાન સાથે જોડાયેલ રસપ્રદ વાતો

બોલિવૂડના દબંગ તરીકે જાણીતો સલમાન ખાન આજે તેનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાન ખાનની ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ધાક જોવા મળે છે.તેથી જ તેને બોલિવૂડનો ‘ગોડફાધર’ પણ કહેવામાં આવે છે. સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965ના રોજ થયો હતો. તેના પિતા બોલિવૂડના પ્રખ્યાત લેખક સલીમ ખાન. સલમાન ખાને વર્ષ 1988માં ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ આ ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. જેમાં તે સપોર્ટિંગ રોલમાં હતો. આ ફિલ્મથી પોતાની સફર શરૂ કરનાર સલમાનનું બોલિવૂડમા તેનુ નામ અને કદ કેવું છે તે બધાની સામે છે. સલમાનને બોલિવૂડનો મોસ્ટ એલિજિબલ બેચલર માનવામાં આવે છે. ચાહકો તેમના જીવન સાથે જોડાયેલી દરેક વાતો જાણવામાં ખૂબ જ રસ દાખવે છે.

સલમાનનું સાચું નામ

સલમાન ખાનનું સાચું નામ અબ્દુલ રાશિદ સલીમ સલમાન ખાન છે. સલમાન ખાનનું આ નામ તેના પિતા સલીમ ખાન અને દાદા અબ્દુલ રાશિદ ખાનના નામથી પરથી બનેલું છે.

આ પણ વાંચો : Tunisha Sharma Suicide Case : આજે તુનિષા શર્માના થશે અંતિમ સંસ્કાર

સલમાને ભણવાનું છોડી દીધું?

સલમાન ખાને માત્ર 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. સલ્લુ બાળપણમાં ખૂબ જ તોફાની હતો. તેને રોજ શાળા અને ઘરેથી ફરિયાદો મળતી હતી. સલમાન ખાને કોલેજનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. તેણે કોલેજ છોડીને અભિનયની દુનિયામાં આવવાનું નક્કી કરી લીધું હતું.

સલમાન ખાન - Humdekhengenews

આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે શરૂઆત

શું તમે જાણો છો કે સલમાન ખાને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે ? સલમાન ખાને આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફિલ્મ ‘ફલક’ (1988) થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ખાસ ચાલી શકી ન હતી.

સલમાન ખાનની પહેલી ફિલ્મ 

આ પછી સલમાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના માટે કામ શોધવા માટે પણ સંઘર્ષ કર્યો. તેણે જે.કે બિહારીનો સંપર્ક કર્યો, જેઓ તે સમયે ફિલ્મ ‘બીવી હો તો ઐસી’નું નિર્દેશન કરી રહ્યા હતા. સલમાન આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કામ માંગવા ગયો હતો, પરંતુ તેને ફિલ્મમાં રોલ મળી ગયો. એવું કહેવામાં આવે છે કે, સલમાને ક્યારેય કામ માંગવા માટે તેના પિતા સલીમ ખાનના નામનો ઉપયોગ કર્યો નથી, કારણ કે તેનુ માનવુ છે કે ગમે તે થાય, તે પોતાની મહેનતથી આગળ આવશે.

આ પણ વાંચો : સાઉથની KGF 2 અને RRRને માત આપી ‘Drishyam 2’એ રચ્યો નવો રેકોર્ડ

સલમાન ખાનની હિટ ફિલ્મનું લીસ્ટ 

ચાહકોને દિવાના કરતી સલમાન ખાનની મુખ્ય ફિલ્મોમાં મૈંને પ્યાર કિયા, સાજન, સનમ બેવફા, હમ આપકે હૈ કૌન, કરણ-અર્જુન, જુડવા, પ્યાર કિયા તો ડરના ક્યા, બીવી નંબર વન, હમ દિલ દે ચૂકે સનમ, નો એન્ટ્રી, પાર્ટનર, વોન્ટેડ, દબંગ, રેડીનો સમાવેશ થાય છે. સાથે જ બોડીગાર્ડ, એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, દબંગ-2, કિક, બજરંગી ભાઈજાન, રાધે જેવી તો અનેક ફિલ્મો છે જેને હંમેશા સલમાન ખાનના ચાહકોના મન મોહી લેનારી ફિલ્મો છે.

સલમાન ખાન - Humdekhengenews

અનેક અભિનેત્રી સાથે અફેરની ચર્ચાઓ

સલમાન ખાનને જેટલી ફિલ્મો માટે જેટલી ચર્ચા થઈ છે તેના કરતા વધુ તેના વિવાદોની ચર્ચા રહી છે. એવી જ રીતે અનેક અફેરમાં પણ ભાઈજાનનું નામ ચર્ચાના કેન્દ્ર આગળ રહ્યુ છે. શાહીન જાફરી સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. સલમાન ખાનની બાયોગ્રાફીમાં ખુલાસો કરાયો છે કે સલમાને પહેલા શાહીન જાફરીને ડેટ કરી હતી. મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ સંગીતા બિજલાની અને સલમાન ખાનના અફેરની પણ ખૂબ ચર્ચા થઈ હતી. વર્ષ 1999માં ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેના અફેરની પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. એટલું જ નહીં પણ કેટરીના કેફ સાથે પણ સલમાન ખાનનું નામ ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે.

આ રીતે ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મ મળી

સલમાન ખાને પોતાનો પોર્ટફોલિયો ઘણી જગ્યાએ ફેલાવ્યો હતો. ત્યારે પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સૂરજ બડજાત્યાની નજર સલમાન ખાનના પર પડતા તેણે સલમાનને ઓફિસમાં બોલાવ્યો. તે સમયે સૂરજે ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ માટે અભિનેતા દીપક તિજોરી અને પીયૂષ મિશ્રાને શોર્ટલિસ્ટ કર્યા હતા, પરંતુ અંતે ફિલ્મ સલમાનના હાથમાં આવી ગઈ.

‘બાઝીગર’

આ પછી સલમાન ખાનને ફિલ્મ ‘બાઝીગર’ ઓફર કરવામાં આવી હતી, પરંતુ સલમાને આ ફિલ્મમાં નેગેટિવ રોલ કરવાની ના પાડી દીધી હતી અને ફિલ્મ શાહરૂખને મળી હતી અને ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

સલમાન ખાન - Humdekhengenews

સલમાનનું લકી ચાર્મ

સલમાન ખાન હંમેશા પીરોજ કલરનું બ્રેસલેટ પહેરે છે. આ બ્રેસલેટ તેને તેના પિતા સલીમ દ્વારા વર્ષ 2002માં આપ્યવામાં આવ્યુ હતું. રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન તેને પોતાનો લકી ચાર્મ માને છે.

ફિલ્મ લખવાનો શોખ ?

સલમાન ખાનને ફિલ્મો સિવાય પેઇન્ટિંગનો પણ શોખ છે. તેના કો-સ્ટાર અને અભિનેતા આમિર ખાને પણ તેની પેઇન્ટિંગ્સ ખરીદી છે. આ સિવાય સલમાન ફિલ્મોમાં પણ ગીતો ગાય છે અને લખે છે. ‘બાગી’, ‘ચંદ્રમુખી’ અને ‘વીર’ ફિલ્મો ખુદ સલમાને લખી છે.

ગેસ્ટ રોલ

સલમાન ખાન એકમાત્ર બોલિવૂડ અભિનેતા છે જેણે ફિલ્મોમાં સૌથી વધુ ગેસ્ટ રોલની ભૂમિકાઓ કરી છે. સલમાન માને છે કે જો તેની પાંચ મિનિટની ભૂમિકા ફિલ્મને હિટ બનાવે છે, તો તે તે કરવા માટે તૈયાર છે.

Back to top button