ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગરના સચિવાલયમાં માસ્ક ફરજિયાત, એરપોર્ટ પર પ્રવાસીઓનું કોરોના ટેસ્ટિંગ શરૂ

Text To Speech

ગાંધીનગરના સચિવાલયમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રધાનો મસ્કમાં જોવા મળ્યા છે. તથા આવનારા મુલાકાતીઓએ પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. તેમાં જો માસ્ક નહિ હોય તો ઓફિસમાંથી માસ્ક આપવામાં આવશે. તથા તમામ બ્લોક પાસે ફરજ બજાવી રહેલ સલામતી ગાર્ડને મુલાકાતીઓના માસ્ક અંગે ખાસ ચેકિંગ કરવાની સુચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં રેકોર્ડબ્રેક લોકો પહોંચ્યા, આંકડો જાણી રહેશો દંગ 

આજે તમામ નેતાઓ માસ્કમાં જોવા મળ્યા

ઉલ્લેખનીય છે કે સચિવાલયમાં માસ્ક ફરજિયાત કરાયું છે. કોરોનાની સાવચેતીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ માસ્ક પહેરવા માટેની અપીલ કરી હતી. ત્યારે આજે સોમવારે સચિવાલય ખૂલતાની સાથે જ લોકો પોતાની રજૂઆત કરવા નેતાઓને મળવા આવી રહ્યા છે. ત્યારે સચિવાલયમાં પણ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ મુલાકાતી માસ્ક પહેર્યા વગર આવે તો જેતે મંત્રીના કાર્યાલયમાંથી માસ્ક આપવામાં આવે છે. આમ, સચિવાલયમાં પણ માસ્ક ફરજિયાત કરાયું છે જ્યારે આજે તમામ નેતાઓ માસ્કમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત ભાજપનો ગઢ છે અને રહેશે, 2022ની 2024માં અસર થશે: અમિત શાહ

77 જેટલા પ્રવાસીઓના ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યા

ચીન સહિત અન્ય દેશોમાં તો કોરોનાની ચોથી લહેર પણ સામે આવી છે. ત્યારે ભારત દેશમાં અને ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર ન આવે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. તેમજ રાજ્યમાં કોરોનાને લઈને આરોગ્ય વિભાગ સચેત થઈ ગયું છે. ત્યારે હવે અમદાવાદ અને સુરત એરપોર્ટ પર પ્રવાસીઓનું કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તો અમદાવાદ એરપોર્ટ પર અત્યાર સુધી 77 જેટલા પ્રવાસીઓના ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઇડલાઇનના આ નિયમોનું કરવું પડશે પાલન

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર આવતા પ્રવાસીઓના ટેસ્ટિંગ શરૂ

ગાઈડલાઈન મુજબ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર કોરોના ટેસ્ટીંગ માટેની પ્રક્રિયા હાથ ધરી છે. 24 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યાથી જ અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર આવતા પ્રવાસીઓના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે.

Back to top button