અમદાવાદટ્રેન્ડિંગ

અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાતઃ DEOનો આદેશ

Text To Speech

કોરોનાના ભયને પગલે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી છે. કોરોનાને લઇને સરકાર હવે કોઇ પણ ગફલતમાં રહેવા ઇચ્છતી નથી. રાજ્યમાં કોરોના વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે વધુ એક રાજ્યવ્યાપી નિર્ણય કર્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોવિડ ગાઈડલાઈન પ્રમાણે હવે અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવશે. અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને આ સંદર્ભે કડક સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાની સંભવિત લહેરને લઇને તંત્ર હરકતમાં છે. આ દરમિયાન અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યુ છે. અમદાવાદ DEO દ્વારા સ્કુલોને કડક સુચના આપીને શાળાઓમાં બાળકોને ફરજિયાત માસ્ક પહેરાવા અને લોકોના ટોળા ભેગા ન થાય તે જોવાનું કહેવાયુ છે. જો શક્ય હોય તો સ્કુલો દ્વારા કોઇ કાર્યક્રમો પણ ન યોજવા.

અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાતઃ DEOનો આદેશ hum dekhenge news

સરકારની ગાઇડ લાઇનના અમલ માટે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. જિલ્લા વાર શિક્ષણાધિકારીએ આ ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર જાહેર કરશે. જેમા માસ્ક , સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા સુચના અપાઇ છે.

રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરશે

રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરાશે. જિલ્લાવાર શિક્ષણાધિકારી કોવિડ ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખે સ્કૂલોમાં કોરોના ન ફેલાય તે માટે પહેલાથી સજાગ રહેવાનુ કહ્યું છે.

અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાતઃ DEOનો આદેશ hum dekhenge news

શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટાડાય તેવી શક્યતા

કોરોનાની દહેશત વધતાં અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50% કરવાની માંગ પણ કરાઇ છે. વધુમા તેમણે કહ્યું કે કોરોના આવે તે પહેલા સાવચેતીના ભાગરુપે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાથી 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ફરી કોરોના ફેલાતા દુનિયાની બધી જ આશાઓ ભારત પરઃ દવાઓ થશે મોંધી

Back to top button