ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શું 1લી જાન્યુઆરીથી 1000 રુપિયાની નવી નોટો આવશે બજારમાં ? 2000ની નોટો ખેંચાશે પાછી ?

Text To Speech

ભારત સરકારે 8 નવેમ્બર 2016ની સાંજે સમગ્ર દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની કાળા નાણાં વિરોધી ઝુંબેશ હેઠળ 500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકી નવી 500 અને 2000ની નોટો જાહેર કરી હતી. પરંતુ હવે ફરી એવા સમાચાર મળી રહ્યા છે કે 1 જાન્યુઆરીથી 1000  રૂપિયાની નવી નોટો આવવાની છે અને 2 હજારની નોટ પાછી ખેંચવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે આ જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સમાચારમાં કેટલી સત્યતા છે તેની વિશે અમે તમને જણાવીશું.

આ પણ વાંચો : સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજી, અદાણી ગ્રુપના શેરમાં જબરદરસ્ત ઉછાળો

1000 rs new Note
1000 rs new Note

આખરે સત્ય શું છે ? 

આ દાવાની તપાસ કરતા કેન્દ્ર સરકારની એક એજન્સી PIB ફેક્ટ ચેકે કરી જણાવ્યું અને કહ્યું કે આ દાવો ખોટો છે. મહેરબાની કરીને આવા ભ્રામક મેસેજ ફોરવર્ડ ન કરો. આવા મેસેજ ફોરવર્ડ કરતા પહેલા #FactCheck કરો. ફોરવર્ડ ન કરો- બની શકે કે આ સમાચાર સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા તમારા સુધી પહોંચ્યા હોય અથવા ભવિષ્યમાં આવી શકે. તેથી સાવચેત રહો કે આ દાવો સંપૂર્ણપણે નકલી છે અને તેના પર વિશ્વાસ કરશો નહીં અને તેને આગળ મોકલશો નહીં.

1000 rs new Note - Hum Dekhenge News
1000 rs new Note

તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 જાન્યુઆરીથી 1 હજાર રૂપિયાની નવી નોટો આવવા જઈ રહી છે અને બેંકોમાંથી 2 હજારની નોટ પાછી ખેંચાશે. તે તદ્દન ખોટી વાત છે.

Back to top button