કેબિનેટ બેઠકમાં અધિકારીઓની સાથે મંત્રીઓના પણ મોબાઈલ પર પ્રતિબંધ !
ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે મંત્રીઓની કાર્યશૌલીને અનુલક્ષીને નિયમો બનાવ્યા છે જેનુ યુસ્તપણે પાલન કરવાનું જમણાવવામાં આવ્યુ છે. ત્યારે ગત મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી મંત્રીને મળવા આવનાર કોઈપણ વ્યક્તિ હોય, કેબિનેટ મંત્રીઓ, મુખ્ય સચિવ સહિતના તમામ લોકોએ તેમના મોબાઈલ બહાર જમા કરાવવાનો રહશે અને મોબાઈલ લીધા વિના જ આવવાનું રહશે.
હવેથી કેબિનેટમાં મોબાઈલ પર પ્રતિબંધ
રાજ્ય સરકારની અઠવાડીયામાં એકવાર કેબિનેટની બેઠક મળે છે. જેમાં પણ બનાવેલ નિયમોનું પાલન કરીને બેઠકમાં પણ ફોન લઈને ન આવવા જણાવાયું છે. આથી મંત્રીઓ પણ હવે મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેને લઈને ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને જાતે સૂચના આપી હતી. તેમજ આગામી મળનારી બેઠકમાં નિયમની અમલવારી કરવામાં આવશેનું જણાવ્યુ છે. તેમજ મોબાઈલને બાહર જમા કરીને અંદર પ્રવેશ કરવાની સુચના પણ લગાવી દેવામાં આવી છે.
આ પણ વાંચો: નાણામંત્રી નિર્મલા સીતારમણને દિલ્હી AIIMSમાં આ કારણોથી એડમિટ કરાયા
અધિકારીઓ માટે પણ નિયમ લાગું
આ ઉપરાંત મંત્રીઓ ચાલુ કેબિનેટની બેઠકમાં મોબાઈલનો ઉપયોગ ન કરે તે માટે નિયમ બનાવવામાં આવ્યો છે. ત્યારે મંત્રીઓ સહિત કેબિનેટના અધિકારીઓને પણ આ નિયમ લાગુ પડશે. ત્યારે મંત્રીઓની બેઠક બાદ અધિકારીઓની બેઠક યોજાતી હોય છે. ત્યારે અધિકારીઓ પણ મોબાઈલ લઈને બેઠકમાં ભાગ નહીં લઈ શકેના આદેશ આપવામાં આવ્યા છે.
મોબાઈલને લઈને બનાવાયા ત્રણ નિયમ
ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટ બનતાની સાથે જ મોબાઈલને લઈને ત્રણ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ સોમવાર અને મંગળવાર મંત્રીઓને મળવા આવનાર મુલાકાતી મોબાઈલ લઈને નહી આવી શકેનો નિયમ બનાવાયો છે. તેમજ બીજા નિયમમાં કેબિનેટમાં ભાગ લેનાર મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે છે. તે સાથે ત્રીજા નિયમમાં મોબાઈલ લઈને મંત્રીઓ પણ કેબિનેટમાં પ્રવેશ નહિ કરી શકે