અમદાવાદગુજરાતટ્રેન્ડિંગશતાબ્દી મહોત્સવ

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આજે સાહિત્ય દિવસની ઉજવણી, ગાયક અરિજિતસિંઘ મુખ્ય મહેમાન

Text To Speech

અમદાવાદમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો આજે 12મો દિવસ છે. ત્યારે પ્રમુખ સ્વામી નગરમાં રોજ અલગ અલગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દરરોજ જુદા જુદાવિષયો પર વિવિધ મહાનુભાવો દ્વારા વ્યાખ્યાન કરવામાં આવે છે. ત્યારે પ્રમુખ સ્વામી નગરમાં ઉજવાઈ રહેલા આ મહોત્સવમાં આજે લોક સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.

AHMEDABAD-HUM DEKHENGE NEWS
આજે સાહિત્ય દિવસની ઉજવણી,

આજે સ્વામિનારાયણીય લોકસાહિત્ય દિનની ઉજવણી

પ્રમુખ સ્વામી નગરમાં આજે સ્વામિનારાયણીય સંત સાહિત્ય લોકસાહિત્ય દિનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, આસામના કેન્દ્રીય રાજ્ય મંત્રી અશોક સિંઘલ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા (IAS),સંજય ઘોડાવત ગ્રુપના (SSG)સ્થાપક અને અધ્યક્ષ સંજય ઘોડાવત, વિલે પાર્લે કેળવણી મંડળ (SVKM) ટ્રસ્ટના ટ્રસ્ટી અમરીશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે.

આ પણ વાંચો: શતાબ્દી મહોત્સવનો આજે ઉજવાયો ‘સમરસતા દિન’ : મોહન ભાગવત સહિત ધારાસભ્યો પણ રહ્યાં હાજર

આ સાથે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટી પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, ગુજરાત સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ રઘુવીર ચૌધરી, પ્લેબેક સિંગર અને કમ્પોઝર પાર્થિવ ગોહિલ તેમજ માનનીય કુલપતિ ડો. હરિસિંહ ગૌર વિશ્વવિદ્યાલયના પ્રો. ડૉ. બળવંત શાંતિલાલ જાની, કવિ તેમજ લેખક માધવ રામાનુજ અને મલ્ટી એવોર્ડ વિજેતા સંગીતકાર “અરિજિત સિંઘ” પણ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે.

Back to top button