મથુરાઃ કથાવાચક દેવકીનંદન મહારાજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સાઉદી આરબથી તેમના અંગત નંબર પર કોલરે અશ્લીલ ગાળો આપીને તેમને જીવતા સળગાવી દેવાની ધમકી આપી છે. આ ધમકી પછી દેવકીનંદન મહારાજની સુરક્ષા વધારી દેવાઈ છે. તેમની કથાનું સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
દેવકીનંદર મહારાજ હાલ ખારધર મુંબઈમાં શ્રીમહાભગવદ ગીતા વાંચી રહ્યાં છે. ધમકી પછી પોલીસે સંજ્ઞાન લઈને NCR નોંધાવી છે. તેમનો ખાનગી ફોન શનિવારે સાઉદી આરબથી ફોન આવ્યો. ફોન કરનારે કેટલાંક આક્ષેપો કર્યા અને બાદમાં ગાળો આપવા લાગ્યો. વિરોધ પર બોમ્બથી ઉડાવવાની તથા ચોક પર જીવતા સળગાવી દેવાની ધમકી પણ આપી.
આ અંગેની જાણકારી સ્થાનિક પોલીસની સાથે PMO, ગૃહ મંત્રાલય તેમજ મહારાષ્ટ્ર-યુપીના મુખ્યમંત્રીને આપવામાં આવી છે. પ્રિયકાન્તજુ મંદિર સચિવ વિજય શર્માએ જણાવ્યું કે મહારાષ્ટ્ર પોલીસે આ વાતનો સંજ્ઞાન લેતા કથા પંડાલને છાવણીમાં ફેરવી નાખી છે. એપ્રિલમાં મુંબઈના વાસિમમાં હનુમાન જયંતિ પર રામભક્તોની સાથે શોભાયાત્રા કાઢવા પર તેમણે દુબઈથી મારી નાખવાની ધમકીવાળો ફોન આવ્યો હતો. તો આ પહેલાં પણ તેમણે ધમકીઓ મળી ચુકી છે. કથા માટે દિલ્હી જતી વખતે તેમની ગાડીને રોકીને હુમલાના પ્રયાસ પણ થઈ ચુક્યા છે.
સનાતન ધર્મનો અવાજ દબાવવો ન જોઈએ
આ વચ્ચે એક વીડિયો જાહેર કરીને દેવકીનંદન મહારાજે કહ્યું કે- અમે કોઈ પણ જાતિ કે ધર્મના વિરોધમાં નથી બોલતા પરંતુ સનાતન ધર્મ અને હિન્દુત્વ સંસ્કૃતિના પ્રચાર-પ્રસારથી પીછેહટ નહીં કરીએ. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ યુપી-મહારાષ્ટ્રની સરકારને સંજ્ઞાન લેવાનો અનુરોધ કર્યો છે કે સનાતનનો અવાજ અટકવો ન જોઈએ.