સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજી, અદાણી ગ્રુપના શેરમાં જબરદરસ્ત ઉછાળો
નવા સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની શરૂઆત વધારા સાથે થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં જોવા મળે છે. છેલ્લા સપ્તાહના ઘટાડા બાદ આજે (સોમવાર, 26 ડિસેમ્બર) ભારતીય શેરબજાર વધારા સાથે ખુલ્યું છે. જોકે, બજારમાં ગયા સપ્તાહે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. BSE સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લીલા રંગમાં જોવા મળ્યા હતા.
દુનિયાભરમાં કોરોના કહેર વચ્ચે મિશ્ર વૈશ્વિક સંકેતો જોવા મળી રહ્યા છે. સેન્સેક્સ 91.50 અંક કે 0.15 ટકા વધીને 59936.79 પર છે અને નિફ્ટી 28.30 અંક કે 0.16 ટકા વધીને 17835.10 પર છે. ત્યારે લગભગ 1196 શેરો આગળ વધ્યા છે, 1007 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી.
ટોપ ગેનર્સ શેર
નિફ્ટી પર મુખ્ય નફો કરનારાઓમાં ડિવિસ લેબ્સ, સિપ્લા, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા અને ઓએનજીસીનો સમાવેશ થાય છે, જ્યારે નુકસાન કરનાર શેરમાં એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો, પણ ડોલર સામે રુપિયો મજબૂત થયો
કોવિડથી રોકાણકારો એલર્ટ
સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકરો માટે ફુગાવો સતત ચિંતાનો વિષય છે અને ભવિષ્યમાં વધુ દરમાં વધારો થવાની શક્યતા છે. જેના કારણે અર્થતંત્ર મંદીમાં આવી શકે છે. ચીનમાં કોવિડની બગડતી પરિસ્થિતિએ રોકાણકારોને પણ સાવચેત કર્યા છે.
વિદેશી રોકાણકારોના પ્રવાહમાં વધઘટ
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)નો પ્રવાહ અસ્થિર રહે છે. જો કે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) દેશના વિકાસમાં વિશ્વાસ રાખે છે અને બજારમાં રહે છે. માહિતી અનુસાર, 23 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહે દેશની વૃદ્ધિ પરનો વિશ્વાસ અકબંધ છે અને તેઓ બજારમાં યથાવત છે. ડેટા મુજબ, 23 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં, FIIs એ લગભગ રૂ. 1,000 કરોડનું રોકાણ કર્યું છે. જ્યારે, DII એ આશરે રૂ. 8,500 કરોડના શેર ખરીદ્યા હતા.