ગુજરાતટ્રાવેલ

રાજ્યના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ પર કોવિડ ગાઈડલાઈન જાહેર, જાણો શું છે નિયમ

Text To Speech

કોરોનાની લહેર શરૂ થાય તે પહેલાં જ રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ગુજરાત સરકારે જાહેર સ્થળોએ લોકોના મેળાવડા થતા હોય ત્યાં માસ્ક પહેરવા અપીલ કરી રહી છે. આ વચ્ચે નર્મદામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ તંત્ર દ્વારા કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ઉપરાંત પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ: કોરોના ગાઈડલાઈન્સ સાથે કાંકરિયા કાર્નિવલનો ભવ્ય પ્રારંભ, માસ્ક સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ વિશે જાણકારી આપવામાં આવી હતી. જેમાં ટ્વીટ કરીને કહેવાયું છે કે, મંગળવાર, 27 ડિસેમ્બર, 2022 થી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસી આકર્ષણોની મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓ માટે કોવિડના નિયમોનું પાલન કરવું તેમજ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.

નવા વર્ષની ઉજવણી પર પ્રવાસીઓની ભીડ

ખાસ વાત છે કે, હાલમાં નાતાલની રજાઓ તથા ન્યૂયરના પગલે મોટી સંખ્યામાં મુલાકાતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી રહ્યા છે. એવામાં કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે, ત્યારે પ્રવાસીઓની ભીડ વધતા તંત્ર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ત્યાં પહોંચી શકે છે.

ahmdabad- hum dekhenege news

આ પણ વાંચો : ધરતી પરનું બીજું સ્વર્ગ હવે ગુજરાતમાં, રજાઓમાં માણો આ મીની કાશ્મીરની મજા !

કાંકરિયા કાર્નિવલમાં પણ માસ્ક ફરજિયાત

આ તરફ અમદાવાદમાં રવિવારે શરૂ થયેલા કાંકરિયા કાર્નિવલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવનારા લોકોને માસ્ક અપાઇ રહ્યા છે. માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશે નહી તેની તકેદારી રાખવામાં આવી રહી છે. અંદર જનારા લોકોને ખાસ મશીન દ્વારા સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યા છે. કાંકરિયા કાર્નિવલમાં 100 જેટલા વોલેન્ટીયર પણ રખાયા છે. આ લોકો નાગરિકો પાસે કોરોનાના નિયમોનું પાલન કરાવશે. ઉપરાંત લોકો માસ્ક ઉતારી ન દે તેની પણ તકેદારી રાખશે.

Back to top button