25 ડિસેમ્બરના ક્રિસમસના દિવસથી રાજ્યમાં નવા વર્ષના સ્વાગતની ઉજવણી શરૂ થઈ છે. આ વચ્ચે પોલીસ દ્વારા પણ લોકોની સલામતી અને સુરક્ષા માટે સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ મોજ શોખ માટે લોકોમાં દારૂ અને ડ્રગ્સની ડિમાન્ડ પણ વધી રહી છે. જેને જોતાં રાજ્ય પોલીસે તમામ શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરી છે.
આ પણ વાંચો : અમદાવાદ: કોરોના ગાઈડલાઈન્સ સાથે કાંકરિયા કાર્નિવલનો ભવ્ય પ્રારંભ, માસ્ક સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા
આ માટે તહેવારોની રજામાં શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરાંત, આંતરિક રસ્તાઓ પર શંકાસ્પદ વાહનો કે વ્યક્તિઓની હીલચાલ પર નજર રાખવા માટે જણાવ્યું છે. આ સાથે જ ક્રાઇમબ્રાંચ, એસઓજી અને પીસીબીના સ્ટાફને પણ શહેરમાં ચાલતા નેટવર્ક અંગે તપાસ કરવા માટે સુચના આપવામાં આવી છે. જેની સાથે નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ અને એમડી ડ્રગ્સ કે અન્ય ડ્રગ્સની ડિમાન્ડ રહે છે.
દારૂ અને ડ્ગ્સની હેરફેરને રોકવા પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સઘન વાહન ચેકિંગ કરવા અને લીસ્ટેડ બુટલેગરો અને ડ્રગ્સ ડીલરો પર વોચ રાખવા સુચના આપી છે. જેમાં શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરાંત, આંતરિક રસ્તા પર પણ પેટ્રોલીંગ અને વાહનચેકિંગ કરવા તાકીદ કરી છે. સાથેસાથે અગાઉ જે સ્થળોએ હુક્કા, દારૂની પાર્ટીઓના દરોડાના થયા છે. ત્યાં વોચ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.
આ તરફ ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને એસઓજીના અધિકારીઓને લીસ્ટેડ બુલટેગરો અને ડ્રગ્સ ડીલરો પર નજર રાખવા માટે ખાસ જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત, ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓને સુચના આપવામાં આવી છે. સાથેસાથે દારૂ પીને વાહન ચલાવતા લોકો વિરૂદ્વ કાર્યવાહી કરવાની સાથે વાહનજપ્ત કરવા માટે પોલીસને સુચના આપવામાં આવી છે.