ગુજરાતટોપ ન્યૂઝનેશનલસંવાદનો હેલ્લારો

ગીતાંજલિ શ્રીના પુસ્તક ‘રેત સમાધિ’ને બુકર પ્રાઇઝ મળ્યુંઃ કહ્યું, ‘કલ્પના નહોતી કરી’

Text To Speech

જાણીતી લેખિકા ગીતાંજલિ શ્રીને તેમની નોવેલ  ‘Tomb of Sand’ માટે વર્ષ 2022ના International Booker Prize થી નવાજવામાં આવ્યા છે. આ પુસ્તકને જ્યારે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ કરાયું ત્યારે જ તે આ પુરસ્કાર માટે હિન્દી ભાષાની પહેલી કૃતિ બન્યું હતું. હવે 2022નો બુકર પુરસ્કાર પણ તેને મળ્યો છે.

વાંચકોને જાણીને આનંદ થશે કે, હિંદીમાં બુકર પ્રાઇઝ સુધી પહોંચવાની જે કહાણી અધૂરી હતી, તેને ગીતાંજલી શ્રીએ પૂર્ણ કરી દીધી છે. આ નવલકથાના અંગ્રેજી અનુવાદ ‘ટૉમ્બ ઑફ સેન્ડ’ને 2022માં આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યો છે.પુરસ્કારને સ્વીકાર્યા બાદ આપેલી સ્પીચમાં ગીતાંજલિએ કહ્યું, “મેં ક્યારેય બુકર પુરસ્કાર જીતવાની કલ્પના નહોતી કરી. એ વિચાર્યું પણ ન હતું કે હું બુકર પ્રાઇઝ જીતી શકું છું. આ ખૂબ જ મોટો પુરસ્કાર છે. હું સ્તબ્ધ, ખુશ અને ગૌરવની લાગણી અનુભવું છું.” ગીતાંજલિએ ઉમેર્યું, “દક્ષિણ એશિયાઈ ભાષાઓ સમૃદ્ધ સાહિત્ય પરંપરા સાથે જોડાયેલી છે. વિશ્વ સાહિત્ય આ ભાષાઓના સારા લેખકોથી પરિચિત થઈને સમૃદ્ધ બનશે.”રાજકમલ પ્રકાશન દ્વારા પ્રકાશિત “રેત સમાધિ” પહેલું એવું પુસ્તક છે કે જે આંતરરાષ્ટ્રીય પુરસ્કારના લૉંગલિસ્ટ અને શૉર્ટલિસ્ટ સુધી માત્ર પહોંચ્યું જ નથી, પરંતુ પુરસ્કાર જીત્યો પણ ખરો.” બુકર પ્રાઇઝ જીતનારાં પહેલાં હિંદી લેખિકા ગીતાંજલિ શ્રીની નવલકથા ‘રેત સમાધિ’ના આ પહેલા બે વાક્ય છે. ‘એક કહાણી પોતે જ પોતાને કહેશે. એ પૂર્ણ કહાણી હશે કે અધૂરી પણ. જેવું કહાણીઓમાં ચલણ છે, દિલચસ્પ કહાણી છે.’ આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ ડેઝી રૉકવેલે કર્યો છે. આ પુસ્તક માટે 50 હજાર પાઉન્ડનો પુરસ્કાર મળશે, જે લગભગ 50 લાખ રૂપિયા જેટલો થાય છે.આ પુરસ્કાર માટે પાંચ અન્ય પુસ્તકો સાથે સ્પર્ધા થઈ હતી. ઇનામની રકમ લેખક તથા અનુવાદક વચ્ચે અડધી-અડધી વેંચવામાં આવશે.

રેત સમાધી : એક અનોખી નવલકથા: ગીતાંજલિ શ્રીની આ નવલકથાને નિર્ણયાક મંડળે ‘અનોખી’ ગણાવી છે. હકીકતમાં આ નવલકથામાં વાર્તાના તાંતણા સાથે કેટલાય દોરા બંધાયેલા છે. 80 વર્ષની એક દાદી છે, જે પથારી ઉપરથી ઊભી થવા નથી માગતી અને જ્યારે ઊભી થાય છે ત્યારે બધું જ બદલાઈ જાય છે. નવું થઈ જાય છે, ત્યાં સુધી કે દાદી પણ નવી જ બની જાય છે. એ સરહદને નિરર્થક ગણાવી દે છે. આ નવલકથામાં બધું જ છે. મહિલા છે, મહિલાઓનું મન છે, પુરુષ છે, થર્ડ જેન્ડર છે, પ્રેમ છે, સંબંધ છે, સમય છે અને સમયને બાંધનારી દોરી પણ છે.અવિભાજિત ભારત છે અને વિભાજન બાદની તસવીર છે. જીવનનો અંતિમ તબક્કો છે અને એ તબક્કામાં અનિચ્છાથી લઈને ઇચ્છાનો સંસાર છે. મનોવિજ્ઞાન છે, સરહદ છે, હાસ્ય છે, ભારે લાંબા વાક્યો છે. ખૂબ નાના વાક્યો પણ છે. જીવન છે, મૃત્યુ છે, વિમર્શ છે અને જેમાં ભારે ઊંડાણ છે એ ‘વાતોનું સત્ય’ પણ છે.

આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર દર વર્ષે એનાયત કરવામાં આવે છે. તેનો અંગ્રેજીમાં અનુવાદ થયો હોય તથા આયર્લૅન્ડ કે બ્રિટનમાં પ્રકાશન થયું હોય, તે જરૂરી છે. ગીતાંજલિ શ્રીના કહેવા પ્રમાણે, “મૂળ વાત એ છે કે બુકર પુરસ્નીકાર ચર્ચાની વચ્ચે આપણે પોતાની આજુબાજુ હિંદીનાં એવાં સર્જનોને જોઈએ, જે લાયક તો હતાં, પરંતુ આપણે ક્યારેય તેના પર ધ્યાન નહોતું આપ્યું, જો આપણે એવું કરી શકીએ, તો અહીં સુધી પહોંચવાની મારી યાત્રા સાર્થક રહેશે.”

Back to top button