વડોદરાવાસીઓને CMની ભેટ, ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજનું કર્યું લોકાર્પણ
વડોદરામાં ગુજરાતના સૌથી મોટા ઓવરબ્રિજનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 230 કરોડના ખર્ચે બનેલા 3.5 કિલોમીટર લાંબા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રિજનું લોકાર્પણ
આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે નવુ વર્શ શરૂ થતા પહેલા CM ભૂપેન્દ્ર પટેલ વડોદરા વાસીઓને મોટી ભેટ આપી છે. વડોદરામાં 230 કરોડના ખર્ચે બનેલા 3.5 કિલોમીટર લાંબા બ્રિજનું આજે લોકાર્પણ થતા વડોદરા વાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે.
અટલ બ્રિજ નામ અપવામાં આવ્યું
આજે ગુજરાતના સૌથી લાંબા બ્રીજનું લોકાર્પણ કરવાની સાથે તેનું નામ પણ આપવામાં આવ્યું છે. આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મજંયતિ નિમિતે આ બ્રિજને અટલ બ્રિજ નામ અપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: વડોદરાની MSU ફરી વિવાદમાં : નમાઝનો વીડિયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં રોષ
ટ્રાફિક જામની સમસ્યા ઓછી થશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આ બ્રિજને બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધી 3.5 કિલોમીટર લાંબા છે. આ બ્રિજનું લોકાર્પણ કરાતા સૌથી લાંબા ફ્લાય ઓવરને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઓછી થશે. આ બ્રીજને બનાવવા પાછળ 230 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.