નાતાલની રજાઓમાં દાદરાનગર હવેલીના દૂધની લેક પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. રજાઓ માણવા અહીં દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્રથી પ્રવાસીઓ ઉમટ્યાં છે. ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરની શિકારા ખૂબ પ્રખ્યાત છે. તેમજ જ્યારે પણ લોકો કાશ્મીર જાય છે. ત્યારે એકવાર તો લોકો ડાલ લેકની શિકારાની મજા લે છે. તે માટે તમારે હવે કાશ્મીર જવાની જરુર નથી. આ શિકારાની મજા હવે તમે ગુજરાતમાં પણ માણી શકો છો.
આ પણ વાંચો : કાશ્મીરમાં પહેલીવાર પ્રવાસ માટે ખુલ્લી મુકાશે આ 4 સુંદર જગ્યાઓ !
હાલ ધણા એવા લોકો છે કે તેમને નાતાલની રજાઓ છે. આ રજાને લઈને પ્રવાસી સ્થળો પર લોકોની ભીડ ઉમટી પડી છે. ત્યારે લોકો દાદરાનગર હવેલીના દૂધની લેક પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહી છે. સામાન્ય રીતે નાતાલની રજાઓ થોડા દિવસોની હોવાથી લોકો નજીકના સ્થળો પર લોકો ફરવા જવાનું પસંદ કરે છે. માટે લોકો આ રજા માણવા દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્રથી પ્રવાસીઓ ઉમટ્યા પડતા હોય. ત્યારે હવે સુરત નજીકના આ સ્થળ પર પણ લોકો ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે પ્રવાસીઓ બોટિંગની મજા માણી રહ્યા છે.
નાતાલના તહેવારને લઈ લોકો રજાઓ માણવા માટે અલગ-અલગ સ્થળો પર જઈ રહ્યા છે. રાજ્યના દરેક પ્રવાસી સ્થળો પર પ્રવાસીઓની રજાઓમાં ભીડ જોવા મળી રહી છે. ત્યારે દાદરાનગર હવેલીના દૂધની લેક પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. નાતાલની રજાઓ માણવા દૂધની લેક પર દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્રથી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પહાડો, નદી અને જળાશયની સાથે અન્ય કુદરતી આકર્ષણને કારણે દૂધની લેક પર્યટકોનું મન મોહી રહ્યું છે.
આ પણ વાંચો : શિયાળાની ઋતુમાં ફરવાનું વિચારી રહ્યા છો ? તો આ બાબતોને બિલકુલ અવગણશો નહીં !
સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું દૂધની
કેન્દ્ર શાસિતપ્રદેશ દાદરાનગર હવેલીના અંતરિયાળ છેવાડાના વિસ્તારમાં દૂધની લેક આવેલું છે. દમણ ગંગા નદી પર આવેલ દૂધ લેક જાણીતું પર્યટન સ્થળ છે. તેની ચારેબાજુ નાના-મોટા પર્વતોની હારમાળાઓ નદી અને જળાશય આવેલા છે. દૂધની લેક અત્યારે સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નાતાલની રજાઓ માણવા માટે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલું દૂધની લેકનું સૌંદર્ય અત્યારે સોળે કળાએ ખીલી રહ્યું છે.
નાતાલની રજાઓને લઈને પ્રવાસી ઉમટી ભીડ
અહીં દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્રથી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે પ્રવાસીઓ શિકારાઓમાં બોટિંગની મજા માણી રહ્યા છે. શહેરોના ઘોંઘાટથી દૂર મોટી સંખ્યામાં લોકો આ જગ્યા પર આવી કુદરતી વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. અહીંનું કુદરતી વાતાવરણ જમ્મુ-કાશ્મીરના કુદરતી વાતાવરણની યાદ અપાવે છે. તેમજ દૂધની મીની કાશ્મીર તરીકે પણ ઓળખાય છે.
આદિવાસીઓને નવી રોજગારીની તકો
ત્રણ પ્રદેશોની હદનો ત્રિવેણી સંગમ છે તેથી દૂધનીનો વિકાસ કરવામાં આવતા અહીં પર્યટકોની સંખ્યા સતત વધી રહી છે. જેનો લાભ આસપાસના વિસ્તારના આદિવાસી પરિવારો થઈ રહ્યા છે. તેમના માટે દૂધની એક રોજગારીનું માધ્યમ બની રહ્યું છે.