કોણ છે શીઝાન ખાન ? જેની પર લાગી રહ્યા છે તુનિષાની આત્મહત્યાના આરોપો !
‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ ફેમ અભિનેત્રી તુનિષા શર્માએ શનિવારે આત્મહત્યા કરી છે અને અભિનેત્રીની માતાએ તુનિષાના કો-સ્ટાર શીઝાન ખાન પર આરોપો લગાવ્યા છે. તેથી, હાલ પોલીસ આત્મહત્યા અને હત્યા બંને એંગલથી મામલાની તપાસ કરી રહી છે. જો કે, પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં તેમની પાસે કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરંતુ તુનિષાના માતાએ લગાવ્યા આરોપો બાદ મુંબઈની વસઈ કોર્ટે શીઝાન ખાનને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવાના આદેશ આપ્યા છે. તેને પગલે પોલીસે હવે શીઝાનની ધરપકડ કરી છે અને શીઝાન ખાનને હવે ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો તુનિષાની આત્મહત્યાના જેની પર આરોપો લાગી રહ્યા છે, તે શીઝાન ખાન કોણ છે, તેના વિશે અમે તમને જણાવીશું.
આ પણ વાંચો : તુનિષા આત્મહત્યા કેસના પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં મોટો ખુલાસો, શીઝાનની પણ મુશ્કેલી વધી, જાણો સમગ્ર ઘટના ક્રમ
શીઝાને નાની ઉંમરે અભિનય શરૂ કર્યો હતો
શીઝાન ખાનનો જન્મ 9 સપ્ટેમ્બર 1994ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. શીઝાને મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે વ્યવસાયે એક્ટર અને મોડલ છે. શીઝાનની વાત કરીએ તો તેણે ખૂબ જ નાની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેણે પ્રખ્યાત ટીવી શો ‘જોધા અકબર’માં અકબરનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું.
તુનિષા અને શીઝાન વચ્ચે ખૂબ સારુ બોન્ડિંગ હતું
આ પછી તેને ટીવી સીરિઝ ‘અલી બાબા દાસ્તાન-એ-કાબુલ’માં તુનિષા શર્મા સાથે લીડ રોલમાં જોવા મળ્યો. શીઝાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તુનિષા સાથે ઘણી તસવીરો અને વીડિયો છે. સોશિયલ મીડિયા પર તુનિષા અને શીઝાનના આ વીડિયો જોઈને લાગે છે કે બંને સારી બોન્ડિંગ શેર કરતા હતા. હાલમાં જ તુનિષાએ મેન્સ ડે પર તેના માટે એક ખાસ પોસ્ટ પણ શેર કરી હતી.
તુનિષાએ શીઝાન માટે શેર કરી હતી આ પોસ્ટ
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ પર તુનિષાએ શીઝાન માટે એક પોસ્ટ લખી હતી. તેણી લખે છે, ‘મને આ રીતે ઉપર લઈ જનાર વ્યક્તિને આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની શુભેચ્છા! તમે મારા જીવનમાં સૌથી મહેનતુ, ભાવુક, એક્સાઈટિંગ અને સૌથી સુંદર વ્યક્તિ છો! તમે નથી જાણતા કે તમે શું છો અને તે સૌથી સુંદર ભાગ છે. એક વ્યક્તિએ તેના પરિવાર અને સમાજ માટે આપેલા યોગદાન અને બલિદાનને ઓળખવાનો અને સન્માન કરવાનો સમય આવી ગયો છે! તમામ પુરુષોને આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની શુભકામનાઓ!