એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના કેસની સંખ્યાનો વધારો સામે આવી રહ્યો છે ત્યારે ચીનથી કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં લોકો મેટ્રો ટ્રેનમાં ફરી રહ્યા છે અને તેની અંદર સામાન્ય લોકોની જેમ જ સ્થિતિ હોવાનું વ્યક્તિ કહી રહ્યો છે. જોકે આ વીડિયો ક્યાંનો છે તેની કોઈ જ પુષ્ટિ હમ દેખેંગે ન્યૂઝ કરી રહ્યું નથી પરંતુ હાલમાં ચીનની કોરોની સ્થિતિનું અલગ ચિત્ર સામે આવ્યું છે.
આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. જેમાં તેના નાના બાળકો પણ છે અને તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવાનું કહી રહ્યા છે. એવું પણ કહી રહ્યા છે કે, ચીનમાં હોસ્પિટલની કે દવાની કોઈ જ અછત નથી અને કોરોનાને સામાન્ય ઈન્ફેક્શન ફ્લુની જેમ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. એટલું જ નહીં એવું પણ કહી રહ્યા છે કે મીડિયામાં જે વસ્તુ બતવવામાં આવી રહ્યું છે તેવું ચીનમાં નથી અને લોકોનું જન જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું છે.
છેલ્લા થોડાં દિવસોથી ચીનમાં કોરોના વિસ્ફોટની વાતો સામે આવી રહી છે. જેમાં દરરોજના લાખો કેસ સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ચીનમાં 3 કરોડથી લધુ કેસ નોંધાય રહ્યા છે. ઉપરાંત સ્મશાન પણ ફૂલ છે અને લોકોની હાલાત ખરાબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેવી સ્થિતિમાં આ પ્રકારના વીડિયો સૌ કોઈને ચોંકાવી રહ્યું છે.
આ પણ વાંચો : વૈજ્ઞાનિકોનો દાવો : ચીનમાં કોરોના નિયંત્રણમાં ન આવ્યો તો ત્યાંની 60 ટકા વસ્તી થઈ શકે છે સંક્રમિત !