ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

તુનિષા આત્મહત્યા કેસના પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં મોટો ખુલાસો, શીઝાનની પણ મુશ્કેલી વધી, જાણો સમગ્ર ઘટના ક્રમ

ટીવી સીરિયલ અલીબાબાની અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી તુનિષા શર્માના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે તુનિષાનું મોત ફાંસી લગાવવાથી થયું હતું. આ ઉપરાંત અભિનેત્રીના કો-સ્ટાર શીઝાન ખાનની પણ ધરપકડ કરી છે અને મુંબઈની વસઈ કોર્ટે શીઝાન ખાનને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવાના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો : ગણતરીના કલાકો પહેલાં જ ઈન્સટાગ્રામ પર મેકઅપ રૂમનો ફોટો પોસ્ટ કરનાર તુનિશા શર્માએ ભર્યું અંતિમ પગલું !

તુનિષાની માતાએ શીઝાન પર લગાવ્યા આરોપ 

ઉલ્લેખનીય છે કે ગત રોજ ટીવી સેટ પર જ ટીવી સીરિયલ અલીબાબાની અભિનેત્રી તુનિષા શર્માએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ તેની માતાએ તેના કો-સ્ટાર શીઝાન ખાન પર આરોપ લગાવ્યા હતા કે તેના લીધે તુનિષાએ આત્મહત્યા કરી હોવાનું કહેવું છે, તેને પગલે પોલીસે હવે શીઝાનની ધરપકડ કરી છે અને શીઝાન ખાનને હવે ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આજે નહિ થાય તુનિષાના અંતિમ સંસ્કાર

તુનિષા શર્માના નિધન બાદ અભિનેત્રીના અંતિમ સંસ્કાર આજે થવાના હતા, પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે અભિનેત્રીના અંતિમ સંસ્કાર આજે એટલે કે 25 ડિસેમ્બર 2022ના રોજ થશે નહીં. મળતી માહિતી મુજબ, આજે સવારે તુનિષાનો મૃતદેહ પરિવારને આપવામાં આવનાર હતો અને ત્યારબાદ સાંજે 4 થી 4.30 દરમિયાન અંતિમ સંસ્કાર થવાના હતા, જોકે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે તેના અંતિમ સંસ્કાર થશે નહીં. ગઈકાલે રાત્રે તેનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે.

Tunisha Sharma - Hum Dekhenge News
Tunisha Sharma Suicide Case

પોલીસે તુનિષાની પ્રેગ્નન્સીની વાતને ફગાવી 

લેટેસ્ટ અપડેટ્સમાં પોલીસે પ્રેગ્નન્સીની વાતને ફગાવી દીધી છે. તુનીષાના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. મૃત્યુનું કારણ ફાંસીથી ગૂંગળામણ હોવાનું કહેવાય છે. તુનિષાએ છેલ્લી વખત એટલે કે મૃત્યુના 24 કલાક પહેલા ફોન પર કે સેટ પર જેમની સાથે વાત કરી હતી તે તમામના નિવેદનો પણ રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે તુનિષાનું મોત ફાંસી લગાવવાથી થયું હતું. તુનિષા શર્માના આત્મહત્યાના કેસ પછી, તેના મૃતદેહને સવારે 1.30 વાગ્યે પોસ્ટમોર્ટમ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં સવારે 4.30 કલાકે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.

Back to top button