અમદાવાદમાં કોરોના કેસ વધવાની વચ્ચે અમદાવાદ મેયરનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જેમાં હાલનો કોરોના ઘાતક નથી તેમ મેયરે જણાવ્યું છે. તેમજ કોરોનાને ધ્યાને રાખી કાર્નિવલમાં સાવચેતીના પગલાં લેવાશે. તથાદરેક ગેટ પર માસ્કનું વિતરણ કરાશે તેમ પણ જણાવ્યું છે. રાજ્યના સૌથી મોટા કાર્નિવલનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમાં અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું છે. તેમાં CM ભૂપેન્દ્ર પટેલ કાર્નિવલની શરૂઆત કરાવશે.
આ પણ વાંચો: અમદાવાદ: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં જતા લોકોની રવિવારની રજા જાણે સજામાં ફેરવાઈ
અલગ પોલીસ કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવશે
પોલીસ દ્વારા તીસરી આંખ થકી સતત મોનીટરીંગ અને નજર રાખવામાં આવશે. વધુમાં અલગ પોલીસ કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવશે. આ અવસરે 25 લાખથી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ શકશે. જે તમામને નિઃશુલ્ક પ્રવેશ આપવામા આવશે. ઉપરાંત નાના બાળકો માટે બાળનગરી બનાવાઈ છે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ અને વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનના સભ્ય કામગીરી કરશે.
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતા હોય તો આ સમાચાર છે ખાસ
કાંકરિયા લેક પરિસરમાં 3 વોચ ટાવર ગોઠવાયા
25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ ચાલશે. દર વર્ષના અંતિમ 7 દિવસ કાર્નિવલનું આયોજન કરાય છે. જેમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ થીમ પર આયોજન કરાયું છે. કાર્નિવલ દરમિયાન 150 જેટલા કલાકારો પર્ફોમન્સ કરશે. આઝાદી સાથે સંકળાયેલ વિવિધ પ્રસંગોની ઝાંકી રજૂ કરાશે. તથા કાર્નિવલ દરમિયાન 150 જેટલા કલાકારો પર્ફોમન્સ કરશે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટકો રજૂ કરવામાં આવશે. તથા અલગ અલગ રાજ્યોના લોકનૃત્યો પણ રજૂ કરાશે. અમદાવાદ મનપા દ્વારા કાર્નિવલનું આયોજન કરાયું છે. કાર્નિવલમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરાશે. તેમજ કાર્નિવલને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. જેમાં કાંકરિયા લેક પરિસરમાં 3 વોચ ટાવર ગોઠવાયા છે.