લખનૌ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
લખનૌમાં આજે વહેલી સવારે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જિલ્લાના બક્ષી કા તાલાબના સાયરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નરહરપુર ગામ નજીક આજે રવિવારે સવારે લગભગ 6:30 વાગ્યે, PRBને 112 કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરવામાં આવી હતી કે એક કાર નાળામાં પડી છે. જેની જાણ થતાં સાયરપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારમાં ફસાયેલા પાંચ લોકોને નાળામાંથી બહાર કાઢ્યા હતા. તે તમામ ઘાયલોને નજીકની કેરિયર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ ચારને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બાકીના એક ઈજાગ્રસ્તને સારવાર માટે ટ્રોમામાં મોકલવામાં આવ્યો હતો.
મૃતકોમાં કોનો કોનો સમાવેશ થાય છે ?
ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઈન્ચાર્જ ઈન્સપેક્ટર શેરપુરે જણાવ્યું કે રવિવારે સવારે સાડા છ વાગ્યે નરહરપુર ગામ પાસે કાર નાળામાં પડી હોવાની માહિતી પીઆરવી દ્વારા મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી વાહન નંબર UP 32 BG 0729 નાળામાંથી બહાર કાઢ્યું હતું, જેમાં ગાયત્રીપુરમ મણિ ગામના રહેવાસી લિખિત શુક્લા, હરિઓમ નગર મડિયાનવના રહેવાસી અંકિત શ્રીવાસ્તવ, ઈન્દરગંજ મડિયાનવના રહેવાસી સંદિપ યાદવ, અઝીઝ નગર મડિયાનવના રહેવાસી રાકેશ યાદવ હતા. સીતાપુર અટરિયાના રહેવાસી સત્યમ પાંડેને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમને સારવાર માટે મડિયાનવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં લખિત, અંકિત, રાકેશ અને સંદીપનું મોત નીપજ્યું હતું જ્યારે એક ઈજાગ્રસ્તને ટ્રોમા રીફર કરવામાં આવ્યો હતો, જેની હાલત અત્યંત ગંભીર છે.