ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs BAN ટેસ્ટ મેચ : ભારતે મીરપુરમાં હારની કંગારે પહોંચી જીત મેળવી, શ્રેણી પણ જીતી

Text To Speech

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝની બીજી ટેસ્ટમાં હારની કંગારે પહોંચી ગયા બાદ માંડ જીત મેળવી છે. એક સમયે જીતનો કોળીયો મોં માંથી બાંગ્લાદેશના ખેલાડીઓ છીનવી લેવાના હતા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ આખરે ભારતે બાંગ્લાદેશના હાથમાંથી ટેસ્ટ મેચ અને શ્રેણી બંને છીનવી લીધા છે. મેચના ચોથા દિવસે (રવિવારે) 145 રનનો ટાર્ગેટ સાત વિકેટના નુકસાને હાંસલ કરવામાં આવ્યો હતો. શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિને સાતમી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

ત્રીજા દિવસના અંતે માત્ર 45 રનમાં જ ગુમાવી ચાર વિકેટ

ભારતે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવ્યું હતું. તેઓએ મેચના ચોથા દિવસે (રવિવારે) સાત વિકેટ ગુમાવીને 145 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. જોકે ત્રીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર ચાર વિકેટે 45 રન હતો. તેને જીતવા માટે વધુ 100 રન બનાવવાના હતા. જ્યારે બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ હસન અને મેહિદી હસન મિરાજે મળીને વધુ ત્રણ વિકેટ લીધી ત્યારે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા હારી જશે, પરંતુ શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિને આવું થવા દીધું નહીં. બંનેએ અડધી સદીની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

Back to top button