સુરતઃ કોલેજિયન યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને સાથે ભણતા યુવકે કપલ બોક્સમાં દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ધરપકડ
સુરતમાં કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સ પુનઃ વિવાદમાં આવ્યા છે. વેસુ વિસ્તારની કોલેજીયન યુવતીને કાફેમાં બોલાવી સહઅધ્યાયીએ દુષ્કર્મ આચર્યું છે. જે અંગે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ સંબંધ રાખવાનો ઇન્કાર કરતા ફોટો કોલેજના ગૃપમાં અને પરિવારને મોકલવાનું કહી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. યુવતીની મદદથી છટકું ગોઠવી પોલીસે નરાધમને પકડી પાડ્યો છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ યુવકે સુરતના વેસુ વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી સાથે પહેલા મિત્રતા કેળવી હતી. ત્યારબાદ યુવક મળવાના બહાને યુ એન્ડ મી કાફે નામના કપલ બોક્સમાં લઇ ગયો હતો. આ યુવક રાણી તળાવનો રહેવાસી હોવાની વાત સામે આવી છે. યુવાને યુવતી સાથે ફોટો ક્લિક કરી લીધી હતા. બાદમાં દુષ્કર્મ આચરી પોતાની સાથે સંબંધ નહીં રાખે તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.
ત્યારબાદ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે યુવતીની મદદથી છટકું ગોઠવી નરાધમ દુષ્કર્મીને ઝડપી પાડયો હતો. આ યુવકનું નામ બાદશાહ સુફીયાન મોહમદ ફતેહ છે. મળતી માહિતી પ્રમાણે ગત નવેમ્બર મહિનામાં બાદશાહે યુવતીને મળવા માટે વેસુના સફલ સ્કેવર પાસે બોલાવી હતી. ત્યારબાદ નજીકના યુ એન્ડ મી કાફેના કપલ બોક્સમાં લઇ ગયો હતો. જયાં બાદશાહે બંનેના સાથે ફોટો પાડયા હતા અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું.