રાજ્યના 4 IPS જે હનીટ્રેપનો શિકાર બન્યા તેમાં એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં આપણે અગાઉ જોયું તેમ એક IPS અધિકારીએ હનીટ્રેપમાંથી બહાર નીકળવા માટે કરોડ રૂપિયા ચુકવ્યા હોવાની વાત સામે આવી તો એવી પણ વાત આવી કે રૂપ સુંદરી સાથે ફોટો ક્લિક કરાવી સોશિયલ મીડિયા પર પ્રશંસા મેળવવા માટે પણ કેટલાંક ACP,PI, PSI થી લઈ નિવૃત અધિકારીઓ પણ તેની માયાજાળમાં ફસાયા હતા.
પણ હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છેકે જો ઘટના 6 થી 8 મહિના પહેલા બની છે અને તપાસ પણ બંધ ચોપડે અને બંધ બારણે થઈ છે તો ફરિયાદ કેમ લેવામાં આવી રહી નથી. તેમજ સૌ કોઈનો એક જ સવાલ છે કેમ હજી સુધી યુવતીનું કોઈ પણ નિવેદન આવી રહ્યું નથી ?
કોણ છે યુવતી ?
તો સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશના ઈન્દોરની રહેવાસી યુવતીની લાઈફસ્ટાઇલ ખૂબ જ હાઇ પ્રોફાઇલ છે. તેમજ તેના મિત્રો પણ મોટા ગજાના લોકો સાથે ફરે છે. મોંઘી હોટલોમાં જમવું, મોંઘી કારમાં ફરવાથી લઈ પોલીસ અધિકારીઓ સાથે મિત્રતાથી સામાન્ય લોકોની વચ્ચે પણ રોફ જોવા મળતો હતો. તેમજ તેની લાઈફસ્ટાઈલ અને લુકથી અધિકારીઓ પણ તેની પાછળ પડ્યા હતા. એટલું જ નહીં કેટલાંક પ્રૌઢ અધિકારીઓ પણ તેનાથી મોહિત થઈ ગયા હતા.
કેમ હજી સુધીફરિયાદ નહીં ?
એક તરફ મોટા અધિકારીઓના નામ આવી રહ્યા છે તો બીજી તરફ એક પછી એક દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે ગુજરાત પોલીસ હજી પણ કોઈ ફરિયાદ નથી મળી. તેમજ બંધ બારણે અને બંધ ચોપડે તમામ તપાસ હાથ ધરીને યુવતી સુધી પહોંચી ગઈ છે. તેને સમજાવીને કડક રીતે કોઈ પણ ફરિયાદ કે અગાળની કાર્યવાહીથી દૂર રહેવા માટે મનાવી લેવામાં આવી છે.
આ પણ વાંચો : હનીટ્રેપ : માત્ર IPS અધિકારીઓ જ નહીં પણ લિસ્ટ હજી લાંબુ હોવાની પોલીસબેડામાં ચર્ચા
એટલું જ નહીં જો ફરિયાદ થાય તો અધિકારીઓએ દ્વારા કરવામાં આવેલી નાણાંની લેવડ-દેવડ અને તે ક્યાંથી આવ્યા તેના સામે પણ સવાલ ઊભા થઈ શકે છે. તેમજ એવું પણ પોલીસ બેડાંમા ચર્ચા છે કે, જો ફરિયાદ થાય તો નામ તો બદનામ થાય સાથે જ નાના ઓફિસરો સામે પણ પોતાની ધાક ગુમાવાનો વારો આવી શકે છે. એટલે અધિકારીઓ ફરિયાદથી દૂર ભાગી રહ્યા છે છતાં પણ પોલીસ હજી ચોક્કસ ફરિયાદની રાહ જોઈ રહી છે.
આ મામલે પોલીસ બેડામાં એવી પણ ચર્ચા છે કે, કેટલાંક અધિકારીઓએ યુવતીને જેતે સમયે સોશિયલ મીડિયામાં ઘણીવાર ટેગ કરીને રાખ્યા હતા તે પણ તાત્કાલિક ધોરણે હટાવી રહ્યા છે. એટલું જ નહીં કેટલાંક અધિકારીઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ જ બંધ કરી દીધા હોવાની પણ ચર્ચા છે.
આ પણ વાંચો : ગુજરાતના 6 IPS અધિકારીઓ ફસાયા હની ટ્રેપની જાળમાં
જોકે આ મામલે સત્ય શું છે તે ઘણાં પોલીસ અધિકારીઓ પણ મહદઅંશે જાણી રહ્યા છે, પણ તેઓ પણ પોલીસની બદનામીના ડરે ફરિયાદ કે કોઈ પણ કાર્યવાહી હાથ ધરી રહ્યા નથી. તેમજ કેટલાક નાના અધિકારીઓ ઉપરી અધિકારીઓની પોલ ખોલવામાં વધુ રસ દાખવી રહ્યા છે અને આગામી સમયમાં વધુ માહિતીઓ સામે આવતી રહેશે તે વાત નક્કી છે.