સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે ત્યારે ગુજરાત પહોંચેલા દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભૂતકાળમાં આવેલી કોરોનાની લહેર પરથી એ સ્પષ્ટ થાય છે કે નિયમોના પાલન સાથે આયોજનો કરી શકાય છે. વ્યવસાય અને કાર્યક્રમો ચાલુ રાખો પણ સતર્કતા રાખવા જરૂરી છે.
કાંકરિયા કાર્નિવલ અંગે મહત્વનું નિવેદન
દેશની કોરોનાની સ્થિતિ અંગે વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દેશમાં ચોથી લહેર ન આવે તે માટે એલર્ટ કરી રહ્યા છીએ. માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. આ તરફ કોરોના સામે લડત આપવા રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોને એલર્ટ કરી રહી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ મેળાવડા ન યોજવાની સલાહ આપી છે. પરંતુ કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોનું આયોજન થઈ રહ્યું છે તેના અંગે મંત્રીએ કબ્યું કે, ભૂતકાળમાં આવેલી કોરોનાની લહેર પરથી એ સ્પષ્ટ થાય છે કે નિયમોના પાલન સાથે આયોજનો કરી શકાય છે. વ્યવસાય અને કાર્યક્રમો ચાલુ રાખો પણ સતર્કતા રાખો.
કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો અંગે મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, ભૂતકાળના અનુભવના આધારે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જેની સાથે જ કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને બધું ચલાવવું જોઈએ જેનું આયોજન કરતાં ધ્યાન રાખશે. તેમજ કોઈએ પણ ગભરાવવાની બદલે સતર્કતા રાખવાની ખુબ જરૂર છે.
આ પણ વાંચો : કોરોનાના નવા વેરિયન્ટ BF.7 વિરૂદ્ધ કેટલી અસરકારક છે જૂની વેક્સિન, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો
આ તરફ કેન્દ્ર સરકારે કોરોનાને અટાકવવા એસઓપીની જાહેરાત પણ કરી છે. જેમાં ડિસેમ્બર માસમાં અંતમાં અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં કાંકરિયા કાર્નિવલ આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર યોજવામાં આવશે. જેના માટે લોકોનો પણ ઉત્સાહ વધુ જોવા મળી રહ્યું છે.
કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી કાર્નિવલનું આયોજન થઈ શક્યું ન હતું. જો કે આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ પહેલા કાંકરિયા કાર્નિવલ અને ત્યારબાદ ફ્લાવર-શો યોજવાની તૈયારી શરૂ કરી દીધી છે. અમદાવાદનો સૌથી મોટો ઉત્સવ એવા કાંકરિયા કાર્નિવલ-2022નું આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય રીતે આયોજન કરવાની તૈયારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.