IPLના આ પાંચ મોટા ખેલાડીઓ જે અન શોલ્ડ રહ્યા, જાણો શું હતુ કારણ
શુક્રવારે કોચીમાં યોજાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (2023) માટેની મીની હરાજીમાં, જ્યાં કેટલાક ખેલાડીઓ પર અપેક્ષા કરતાં વધુ પૈસાનો વરસાદ થયો હતો, તો કેટલાક ખેલાડીઓને તેમની બેઝ પ્રાઈઝ કરતા પણ ઓછી પ્રાઈઝે ખરીદદારી થઈ હતી. ત્યાં કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેઓ અગાઉ પોતપોતાની ટીમ માટે સ્ટાર રહી ચૂક્યા હતા, તેમ છત્તા પણ આ વખતની ઓક્સનમાં તેમને કોઈ ખરીદદાર મળ્યો નથી.
1. જીમી નીશમ
તે ખૂબ જ આશ્ચર્યજનક છે કે જ્યારે મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓ ટીમમાં ઓલરાઉન્ડરોની શોધ કરી રહી હતી, તો પછી ન્યુઝીલેન્ડની ODI અને T20 ટીમનો મહત્વપૂર્ણ ભાગ જિમી નીશમ કોઈપણ ફ્રેન્ચાઇઝીના આયોજનનો ભાગ કેમ ન બની શક્યો. જો કે, એક પાસું એ પણ છે કે ઓલરાઉન્ડ ક્વોલિફિકેશન હોવા છતાં, જીમી છેલ્લી સિઝનમાં પણ ઘણી મેચ રમી શક્યો ન હતો. વર્ષ 2014માં આઈપીએલમાં જોડાયા બાદ, જીમી ફરીથી 2020 અને 21માં રમ્યો. તે જુદી જુદી ટીમો માટે રમ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે ઓલરાઉન્ડ ક્ષમતા હોવા છતાં તેને ઓછી મેચો મળી જે કદાચ તેના અન શોલ્ડ થવાનું કારણ હોઈ શકે છે.
2. એડમ મિલ્ને
ફ્રેન્ચાઇઝી આ હરાજીમાં સારા ઝડપી બોલરોની પણ શોધમાં હતી, પરંતુ તેમ છતાં ન્યૂઝીલેન્ડના એડમ મિલ્ને વેચવામાં નિષ્ફળ રહ્યો હતા. મિલ્ને તાજેતરના સમયમાં ન્યૂઝીલેન્ડ માટે સારું પ્રદર્શન કર્યું છે તેમજ 42 વનડેમાં 45 વિકેટ અને 35 ટી20 મેચમાં 36 વિકેટ લીધી પરંતુ મિલ્ને કોઈ ટીમમાં સ્થાન મળ્યુ નથી. ત્યારે કદાચ એક કારણ એ છે કે તેની ઉંમર 30 વર્ષ છે અને ફ્રેન્ચાઇઝી ટીમોની નજર યુવા ખેલાડીઓ પર વધુ હતી. પણ બીજું કારણ પણ હતું.
આ પણ વાંચો: IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચનાર ખેલાડી બન્યો આ પ્લેયર, જાણો કોણે કેટલામાં ખરીદ્યો
3. કુસલ મેન્ડિસ
શ્રીલંકાના 27 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન કુસલ મેન્ડિસની ઉંમર માત્ર 27 વર્ષ છે, પરંતુ સારી બેટિંગ કરનાર મેન્ડિસ કોઈપણ ટીમના પ્લાનિંગમાં ફિટ નહોતો. કુસલ ક્યારેય આઈપીએલમાં રમ્યો નથી. ODIમાં સદી ફટકારી છે, પરંતુ 49 T20 મેચોમાં 22.53ની આસપાસની એવરેજ છે. કદાચ આ જ કારણ છે
4. મુજીબ-ઉર-રહેમાન
અફઘાનિસ્તાનના મિસ્ટ્રી બોલર અને માત્ર 21 વર્ષીય મુજીબ-ઉર-રહેમાનનું વેચાણ ન થવું કંઈક અંશે આશ્ચર્યજનક હતું. એક સમયે 2019માં પંજાબે મુજીબને ચાર કરોડમાં ખરીદ્યો હતો. પ્રથમ વર્ષમાં તેણે લોકોને તેના પરફોર્મન્સથી હેરાન કરી દીધા હતા, પરંતુ તે બાદ તેટલું પ્રભાવિત પરફોર્મન્સ આપી શક્યો ન હતો. ત્યારે મુજીબ વેચવામાં નિષ્ફળ ગયો છે.
5. પ્રિયમ ગર્ગ
ભારતની જુનિયર ટીમના કપ્તાન અને એક સમયે હૈદરાબાદનો પ્લેયર પ્રિયમ ગર્ગ આ વખતની ઓક્શનમાં અન શોલ્ડ રહ્યો છે. ગર્ગ શરૂઆતથી જ હૈદરાબાદની સાથે રહ્યો અને વર્ષ 2020માં, ફ્રેન્ચાઇઝીએ તેને આગામી સિઝન સુધી 1.90 કરોડમાં પોતાની સાથે રાખ્યો, પરંતુ આ વર્ષે તેની કિંમત 20 લાખ રહી, ગર્ગે વર્ષ 2020માં 14 મેચોની 10 ઇનિંગ્સમાં 14.77ની એવરેજ, 2021માં 5 મેચમાં 14.40 અને આ વર્ષે 2 મેચમાં 23ની એવરેજથી 46 રન બનાવ્યા. પણ આ વખતે હૈદરાબાદએ ન ખરીદતા અન્ય કોઈ ટીમે પણ તેને ખરીદ્યો નથી.