રીબાડા વિવાદ: સમાધાનને લઈને હવે આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજના પ્રમુખે આપ્યું નિવેદન
ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલી રહેલા વિવાદનું સમાધાન કરાવવા માટે હવે આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજ પ્રમુખ પીટી જાડેજાએ મોટુ નિવેદેન આપ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે “બંન્ને સમાજના આગેવાનો વડીલ તરીકે મારી વાત નહીં માને તો અચોક્કસ મુદતના ઉપવાસ કરીશ” પીટી જાડેજાના આ નિવેદનને લઈને હાલ રાજપૂત, ક્ષત્રિય સમાજમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજ પ્રમુખે આપ્યું નિવેદન
જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે છેલ્લા કટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં બન્ને એકબીજાની સામસામે આવી ગયા હતા. જેના કારણે વિધાનસભાની ચૂંટણીમાં અહી ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે આ બંન્ને વ્યકિતિઓને સમાજના મોભી ગણવામાં આવે છે. જેથી તેમની આ કટ્ટર દુશ્મની સમાજના લોકો માટે હિતાવહ ન હોવાનું સમાજના લોકો જણાવી રહ્યા છે. અનેક વખત સમાજના લોકો દ્વારા જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે સમાધાન કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતું કોઈ પરિણામ મળ્યું નથી. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય રાજપૂતસમાજ પ્રમુખે આ બેન્ને વચ્ચે સમાધાન કરાવવા માટે મોટુ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ” તેઓ વડીલ તરીકે મારી વાત નહીં માને તો અચોક્કસ મુદતના ઉપવાસ કરીશ”.
મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે
છેલ્લા કેટલાય સમયથી જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીમાં પણ આ બંન્ને આગેવાનો વચ્ચે ભારે જંગ જામ્યો હતો. અને વિધાનસભાની ચૂંટણી પછી પણ આ બન્ને વચ્ચે વિવાદ ઓછો થવાને બદલે વધતો જોવા મળ્યો હતો. ત્યારે થોડા દિવસથી આ બંન્ને સમાજના આગેવાનો એક બીજા પર પ્રહાર કરતા નિવેદનો આપી રહ્યા હતા. ત્યારે આ બંન્ને વચ્ચે વધી રહેલો વિવાદ વધુ વકરે નહી તે માટે ક્ષત્રિય આગેવાનો દ્વારા તેમની વચ્ચે સમાધાન કરવાના પ્રયોસો કરવામાં આવી રહ્યા છે. જેમાં આગામી સમયમાં સૌરાષ્ટ્ર ભરના ક્ષત્રિય યુવાનોના મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યુ છે.
આ પણ વાંચો :રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, આ વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી