નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય ઈન્દ્રેશ કુમાર ફરી એકવખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. શુક્રવારે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (MRM)ના 21માં સ્થાપના દિવસના કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે પાકિસ્તાનમાંથી બલૂચિસ્તાન અને સિંધ જેવા વિસ્તાર અલગ થઈ શકે છે. ત્યાંના લોકો પાકિસ્તાનથી અલગ થવાની વાત કરે છે અને તેથી સતત આંદોલન પણ કરી રહ્યાં છે.
RSSના નેતાએ એમ પણ કહ્યું કે જો કટ્ટરતાના ભાવથી વિચારીએ તો ઉત્તર પણ બદલાય જાય છે અને જો ઈમાનથી વિચારીએ તો સત્ય નજર આવે છે. તેમણે એક આર્ટિકલ અંગે ઉલ્લેખ કર્યો હતો. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ કાર્યક્રમનું આયોજન દિલ્હીના માતા સુંદરી રોડ સ્થિત એવાન-એ-ગાલિબના હોલમાં કરાયું હતું.
રંગોને લઈને નિવેદન
મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમ દરમિયાન ઈન્દ્રેશ કુમરે રંગોને લઈને નિવેદન આપતા કહ્યું કે એવો કોઈ પણ રંગ નથી જે માલિકને ગમતો ન હોય, અને એવો એકપણ રંગ નથી જે કોઈ પણ ઈન્સાન ક્યારેય પહેરતો ન હયો. PoKને ટાર્ગેટ કરતા તેમણે કહ્યું કે જ્યારે પણ પાકિસ્તાનની અંદર ઝઘડાના નારા લાગે છે તો કાશ્મીર વગર પાકિસ્તાન અધૂરું એવા નારા લાગે છે. તેમણે કહ્યું કે આપણે હિન્દુસ્તાનીઓ ફરજ છે કે આપણે પણ કહી દઈએ કે લાહોર-કરાચી વગર હિન્દુસ્તાન અધૂરું છે અને હવે મસ્જિદ, મદરેસા અને સભામાં આવું બોલવામાં શું મુશ્કેલી છે?
‘કૈલાશ માનસરોવર આપણું છે’
ઈન્દ્રેશ કુમારે ગાલિબ સભાગૃહમાં આયોજિત એક કાર્યક્રમમાં પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું- અમને અમારા દેશથી પ્રેમ છે, તમને તમારા વતનથી પ્રેમ છે. જો તમે અમારા પ્રેમ પર નજર નાખશો તો પછી અમે તમને અરીસો દેખાડીશું. ઈન્દ્રેશ કુમારે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના 20 વર્ષની વિજય ગાથા સમારંભમાં કહ્યું- આપણને તેમ કહેવામાં શું વાંધો છે- નાનકાના સાહેબ, શારદાપીઠ, લાહોર, કરાચી વગર હિન્દુસ્તાન પણ અધૂરું છે અને તે સાચું પણ છે. તેમણે કહ્યું- કૈલાશ માનસરોવર પણ આપણું છે, અને ફરીથી આપણું થવું જોઈએ.