ગુજરાતટોપ ન્યૂઝ

હવેથી રાજ્યની 32 જીલ્લા કોર્ટની કાર્યવાહીનું થશે લાઈવ સ્ટ્રીમિંગ, HCનો આદેશ

Text To Speech

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશમાં સૌ પ્રથમ વખત રાજ્યની 32 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની કવાયત શરૂ કરવામાં આવશે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જીવંત પ્રસારણની તૈયારી કરવા સૂચન કર્યુ છે. જેથી હવે આગામી સમયમાં ગુજરાતની 32 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ જોઈ શકાશે.

32 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ

ગુજરાત હાઈકોર્ટે ખાસ માર્ગદર્શીકા બહાર પાડી છે. જેમાં ઈ- કમિટી દ્વારા રાજ્યની તમામ નીચલી અદાલતોએ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહશે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જીવંત પ્રસારણની તૈયારી કરવા સૂચન કર્યા છે. જેને લઈને જુદી જુદી અદાલતોમાં જરુરી હાર્ડવેર, સોફ્ટવેર ઈન્સ્ટોલ કરાયા છે. હાઇકોર્ટે જીવંત પ્રસારણની એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરી છે. જેને લઈ હવે આગમાઈ દિવસોમાં 32 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ જોઈ શકાશે.

આ પણ વાંચો: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો આજે 10મો દિવસ, જાણો શું છે ખાસ

મીડિયા રેકોર્ડીગ પર રોક, તેમજ આ કેસનું પ્રસારણ નહીં કરાય

જોકે જીવંત પ્રસારણને કોઇ વ્યક્તિ કે મીડિયા પ્રસારણ નહી કરી શકે. તેમજ લગ્નજીવન સંબંધિત કેસો, જાતીય સતામણી, પોક્સોના કેસ સહિતના અનેક કેસોનું જીવંત પ્રસારણ નહીં થઈ શકેનું જણાવામાં આવ્યુ છે.

Back to top button