ટોપ ન્યૂઝનેશનલ

સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચૂકાદો, સેક્સ વર્ક એક વ્યવસાય

Text To Speech

આજે બધાને સ્તબ્ધ કરી દે તેવો ચૂકાદો સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં તેમણે મહત્વનો ચૂકાદો આપતા કહ્યું હતુ કે સેક્સ વર્ક એક વ્યવસાય છે, પોતાની ઈચ્છાથી સેક્સ વર્કર બનેલી વયસ્ક યુવતીની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ શકે નહીં.

સુપ્રીમ કોર્ટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યોની પોલીસને આદેશ આપ્યો હતો કે તેમણે સેક્સવર્કર્સના કામમાં દખલગીરી ના દેવી જોઈએ. કોર્ટે સેક્સવર્કને વ્યવસાય માનીને કહ્યું હતું કે પોલીસે વયસ્ક અને સહમતીથી સેક્સવર્ક કરનારી મહિલાઓ પર ગુનાહિત કાર્યવાહી ના કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે સેક્સવર્કર્સ પણ કાયદા અંતર્ગત ગરિમા અને સમાન સુરક્ષાના હકદાર છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, બીઆર ગવઈ અને એએસ બોપન્નાની બેન્ચે સેક્સવર્કર્સના અધિકારોને સુરક્ષિત કરવાની દિશામાં 6 નિર્દેશ આપતાં કહ્યું હતું કે સેક્સવર્કર્સ પણ કાયદાના સમાન સંરક્ષણના હકદાર છે.

બેન્ચે કહ્યું હતું કે જ્યારે એ વાત સ્પષ્ટ છે કે સેક્સવર્કર વયસ્ક છે અને પોતાની મરજીથી આ કામ કરી રહી છે તો પોલીસે એમાં હસ્તક્ષેપ ના કરવો જોઈએ અને કોઈ ગુનાહિત કાર્યવાહી કરતાં પણ બચવું જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું, આ દેશની દરેક વ્યક્તિને બંધારણની કલમ 21 અંતર્ગત સન્માનજનક જીવન જીવવાનો અધિકાર છે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે જ્યારે પોલીસ દરોડા પાડે ત્યારે સેક્સવર્કર્સની અટકાયત અથવા તેમને પરેશાન ના કરે, કારણ કે ઈચ્છાથી સેક્સવર્કર બનવું બંધારણીય ગુનો નથી, પરંતુ કુટણખાનું ચલાવવું ગેરકાયદે છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે કોઈ મહિલા સેક્સવર્કર છે, માત્ર એ કારણથી તેના બાળકને તેનાથી અલગ ના કરવું જોઈએ. મૌલિક સુરક્ષા અને સન્માનપૂર્ણ જીવનનો અધિકાર સેક્સવર્કર અને તેમનાં બાળકોને પણ છે. જો કોઈ સગીર કૂટણખાનામાં જોવા મળે અથવા સેક્સવર્કર સાથે રહેતું હોય તો એવું ના માનવું જોઈએ કે તે બાળકને અપહરણ કરીને ત્યાં લાવવામાં આવ્યું છે.

Back to top button