ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કોરોનાના ભણકારા વચ્ચે સોનુ સૂદે કહ્યું, ‘મારો નંબર એક જ છે, જેમને પણ જરૂર હોય તે મને ફોન કરી શકે છે’

વિશ્વમાં કોરોના વાયરસનું સંકટ ફરી શરૂ થયું છે, જેને ધ્યાનમાં રાખીને ભારત સરકારમાં ઘણી મહત્વપૂર્ણ બેઠકો શરૂ થઈ છે. આ દરમિયાન કોરોના સંકટમાં લોકોના મસીહા બનીને આગળ આવેલા અભિનેતા સોનુ સૂદે કોરોના મહામારીને લઈને પોતાનું નિવદન આપ્યું છે. જેમાં તેમણે લોકોને ફરી એકવાર કોરોનામા મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

ફિલ્મ એક્ટર સોનુ સૂદ હંમેશા પોતાની સેવાકીય પ્રવુતિને લીધે ચર્ચામાં રહેતા હોય છે. ફિલ્મેમાં મોટા ભાગે વિલનની ભૂમિકા ભજવતા આ એક્ટર રીયલ લાઈફ હીરો તરીકે ઓળખાય છે. તેમની સેવાકીય ભાવનાની લોકો ખૂબ પ્રશંસા કરતા હોય છે. પહેલા પણ અનેક વખત સોનુ સુદે અનેક લોકોની મદદ કરી હતી. કોરોના કાળની વાત કરવામાં આવે તો કોરોના કાળમાં પણ સોનુ સૂદે લોકોની ખૂબ મદદ કરી હતી.

સોનુ સૂદ-humdekhengenews

સોનુ સૂદે ઉજ્જૈન ખાતે મહાકાલના કર્યા દર્શન

ફિલ્મ અભિનેતા સોનુ સૂદ પત્ની સોનાલી સાથે ઉજ્જૈનમાં સ્થિત મહાકાલના દરબારમાં આવી પહોંચ્યો હતા. સોનુ સૂદે તેની પત્ની સાથે મંદિરના ગર્ભગૃહમાં બેસીને પ્રાર્થના કરી હતી, આ દરમિયાન સોનુ સુદે લોકોને કોરોનાને લઈને સાવધાન રહેવાની સલાહ આપી હતી અને સાથે જ જણાવ્યું હતું કે “ગત વખતની જેમ આ વખતે પણ હું કોરોનામાં લોકોની મદદ કરવા તૈયાર છું, મારો નંબર એ જ છે, હું ગઈ કાલે પણ લોકો માટે ઉભો હતો, ભવિષ્યમાં પણ તૈયાર રહીશ”

લોકોને મદદ માટે આપ્યું આશ્વાસન

અભિનેતા સોનુ સૂદે કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન હજારો લોકોની મદદ કરી છે. ત્યારે સોનુ સૂદે મીડિયા સાથેની વાતચીતમાં ફરી એક વાર પોતાની વાતનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે, “જો કોઈ મદદની જરૂર હોય, તો મારો નંબર એ જ જૂનો છે, તમે ફોન કરી શકો છો. ઈન્દોર મારું ઘર છે. હું ઈન્દોર આવતો રહ્યો છુ” તેવું જણાવ્યું હતું.

સોનુ સૂદ-humdekhengenews

સોનુ સૂદે જાહેર કર્યો હતો હેલ્પલાઈન નંબર

પહેલા પણ સોનુ સુદે કોરોનાના કપરા કાળમાં અનેક લોકોની મદદ કરી હતી. સોનુ સૂદે ભારતમાં જ્યારે કોરોના કહેર વર્સાવી રહ્યો હતો તે સમય દરમિયાન એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો હતો. જેના દ્વારા ઘણા લોકોએ સોનુ સુદનો સંપર્ક કર્યો હતો. સોનુ સૂદે પણ લોકોને અલગ-અલગ રીતે ઘણી મદદ કરી હતી. ત્યારથી સોનુ સુદ લોકોમાં મસીહા તરીકે ઓળખાવા લાગ્યો હતો. ત્યારે આજે ફરી કોરોનાએ લોકોને ઝપેટમાં લેવાનુ શરુ કર્યું છે ત્યારે પણ તેમણે લોકોની મદદ માટે તૈયાર હોવાનુ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો :નવા વર્ષમાં સરકાર આપી શકે છે મોટી ભેટ, LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની શક્યતા

Back to top button