ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સરકારનો ‘બેટી બચાવો’નો નારો માત્ર કાગળ ઉપર: કોંગ્રેસ

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને સંબોધન કરતા પ્રદેશ પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવડિયાએ જણાવ્યું હતુ કે મહિલા સુરક્ષાને માત્ર ” બેટી બચાઓ” ના નારા ઉપર સીમિત કરતી ગુજરાત સરકાર મહિલા ઉપર બનતા ગુન્હાઓમાં સરકાર નિષ્ફળ ગયી છે. રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીનું ધોળા દિવસે ગળું કાપવાની ઘટના બની છે, દિકરી ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત છે. ઈશ્વરને પ્રાર્થના કે વહેલામાં વહેલી સ્વસ્થ થાય.

કોંગ્રેસ-hum dekhenge news

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં આશરે 38૦૦ જેટલી દુષ્કર્મની ઘટનાઓ બની

ભૂતકાળમાં પણ દીકરીનું સુરત અને ખેડા માતરમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. અમદાવાદમાં માં-દીકરીની નિર્મમ હત્યા થાય અને શબ ફ્રીઝ અને કબાટમાં મળે. રાજકોટમાં વ્યાઝખોરો દ્વારા એક પરણિત મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવે, જુનાગઢમાં એક દીકરીને સામૂહિક પીંખી નાખવામાં આવે, આ છેલ્લા ત્રણ દિવસનો ઘટનાક્રમ છે. આ ઘટના ક્રમ ગુજરાત સરકારની મહિલા સુરક્ષાની નિષ્ફળતાને સ્પષ્ટ દર્શાવે છે. ગુજરાતમાં મહિલા ઉપરના ગુન્હાઓ દિવસે અને દિવસે વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં મહિલા ઉપરના ગુન્હાઓમાં 15%નો વધારોએ રાજ્યના ગૃહ વિભાગની નિષ્ફળતા નથી તો બીજું શું છે? છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં જ 614 જેટલી દુષ્કર્મની ઘટનાઓ બની છે જે દિવસની સરેરાશ બે ઘટનાઓ ગણાય. ગુજરાત રાજ્યમાં રોજના સરેરાશ 5 જેટલા દુષ્કર્મના ગુનાહ બની રહ્યા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં આશરે 38૦૦ જેટલી દુષ્કર્મની ઘટનાઓ અને 60થી વધુ સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ ઘટી છે.

આ પણ વાંચો : દુ:ખદ અકસ્માત : સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં આર્મીના 16 જવાન શહીદ

અઢાર વર્ષથી નાની દીકરીઓ ઉપર દુષ્કર્મમાં અમદાવાદ પાંચમા ક્રમે

સમગ્ર દેશમાં અઢાર વર્ષથી નાની દીકરીઓ ઉપર દુષ્કર્મમાં અમદાવાદ પાંચમા ક્રમે છે, જ્યારે અઢાર વર્ષથી નાની દીકરીઓની જાતીય સતામણીમાં છઠ્ઠા ક્રમે છે. સરકારની આ ગંભીર ગુન્હાઓ તરફની નીરસતા, સજા દર ઉપરથી ખ્યાલ આવે છે. મહિલા ઉપરના ગુન્હાઓના આરોપીઓમાં 100 બળાત્કારના આરોપીમાંથી 79 આરોપીઓ છૂટી જાય છે. ભાજપ સરકારના મંત્રી, પોતાના વિજય ઉત્સવ ઉજવવામાંથી બહાર આવી ગયા હોય તો આ અતિ સંવેદશીલ મુદ્દા ઉપર ધ્યાન આપે. ચમરબંધીને છોડીશું નહિ – કડક પગલાં લેશું જેવા નિવેદનથી કઈ નહિ થાય પણ કડક, નિષ્પક્ષ કાર્યવાહી થાય તે જરૂરી છે. સરકાર કામે લાગે અને વાતોના થાય તે જરૂરી છે. ગુજરાતનો ઇતિહાસ બેન દીકરીઓ માટે બલિદાન આપવાનો છે, આ પ્રકારની ઘટનાઓ ગુજરાતની અસ્મિતાને લજવે તેમ છે.

Back to top button