ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

હવે નાકથી લઈ શકાશે કોરોનાની રસી, નેઝલ વેક્સિનને સરકારની લીલીઝંડી

Text To Speech

કોરોના સામેની જંગ લડવા માટે ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને સરકારની મંજૂરી મળી ગઈ છે. હવે નાકમાં iNCOVACC  વેક્સિનના બે ટીપા નાખીને કોરોનાનો ખાત્મો કરી શકાશે.

first nasal vaccine
iNCOVACC vaccine

આ વેક્સિનને આજથી રસીકરણ અભિયાનમાં સામેલ કરવામાં આવશે અને કોવેક્સિન અને કોવિશીલ્ડ લઈ ચુકેલા લોકો પણ આ વેક્સિન લઈ શકશે. આ વેક્સિનની મંજૂરી મળતા જ હવે કોઈએ વેક્સિન માટે ઈંજેક્શન લેવાની જરુર નહીં પડે. જો તમે ઈચ્છો તો નાકમાં બે ટીપાં નખાવીને આ વેક્સિન લઈ શકશો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, એક્સપર્ટ કમિટિએ નાકથી લઈ શકાય એવી iNCOVACC vaccineને મંજુરી આપી દીધી છે. કહેવાય છે કે, કોવિન એપ પર આજથી ભારત બાયોટેકની આ નેઝલ વેક્સિનને સામેલ કરવામાં આવશે. જો કે, હાલમાં ખાનગી હોસ્પિટલમાં આ વેક્સિન મળશે. માનવામાં આવી રહ્યું છે કે, સરકાર ટૂંક સમયમાં તેને સરકારી હોસ્પિટલોમાં અને માર્કેટમાં ઉપલબ્ધ કરાવશે.

Back to top button