ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું બ્યુગલ આજે (23 ડિસેમ્બર)થી ખરેખર વાગવા જઈ રહ્યું છે. કોચીમાં આજે આગામી સિઝન માટે મીની હરાજી યોજાવા જઈ રહી છે. આ હરાજી બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે. આ વખતે મિની ઓક્શન માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેના પર તમામ ટીમો ઘણો ખર્ચ કરશે.
405 ખેલાડીઓ પર આજે બોલી લાગશે
IPLની ફેન્સ રાહ જોઈને બેઠા હોય છે. ત્યારે આજના ઓકસનમાં 405 ખેલાડીઓ પર આજે બોલી લાગશે. જે માંથી 273 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે, આ 132માંથી 4 ખેલાડીઓ એસોસિયેટ દેશના છે. આ ખેલાડીઓમાં 119 કૈપ્ડ ખેલાડીઓ છે. જ્યારે અનકૈપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે.
આ સ્ટાર ખેલાડીઓ પર તમામની નજર
તમામ 10 ફ્રેન્ચાઇઝીના પ્રતિનિધિઓ પણ હરાજીમાં ભાગ લેવા માટે કોચી પહોંચી ગયા છે. ત્યારે અનેક સ્ટાર ખેલાડીઓની હરાજી પર પણ તમામની નજર રહશે. ત્યારે આ વખતે ભારતીય સ્ટાર ખેલાડીઓ અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા, મયંક અગ્રવાલ ઉપરાંત વિદેશી ખેલાડીઓ જો રૂટ, વિલિયમસન, શાકિબ અલ હસન, બેન સ્ટોક્સ, સેમ કરન, લિટન દાસ, જેસન હોલ્ડર જેવા મોટા નામો મિની ઓક્શનમાં સામેલ થશે. ગત સિઝન સુધી વિલિયમસન સનરાઈઝર્સ હૈદરાબાદ અને મયંક અગ્રવાલે પંજાબ કિંગ્સનું નેતૃત્વ કર્યું હતું. બંનેને તેમની ફ્રેન્ચાઈઝી દ્વારા રિલીઝ કરવામાં આવ્યા હતા.
ચાહકો 23 ડિસેમ્બરે કોચીમાં યોજાનારી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને જિયો સિનેમા પર IPLની હરાજી લાઈવ જોઈ શકશે. ચાહકો લાંબા સમયથી આઈપીએલની હરાજીની રાહ જોઈ રહ્યા છે. હવે લાઈવ ટેલિકાસ્ટની વિગતો જાહેર થયા બાદ ચાહકોને ચોક્કસ રાહત મળશે. તમને જણાવી દઈએ કે આ વખતે કેન વિલિયમસન, બેન સ્ટોક્સ, જો રૂટ જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ હરાજીમાં બોલી લગાવશે. આવી સ્થિતિમાં, કયા ખેલાડીઓ કઈ ટીમનો ભાગ બને છે તે જોવાનું રહશે.