2020 માં જ્યાંથી કોરોનાની શરૂઆત થઈ હતી ત્યાં જ ફરી એકવાર સમગ્ર વિશ્વ આવીને ઊભું છે. ચીનમાં એક રિપોર્ટ અનુસાર દરરોજ આશરે 10 લાખથી પણ વધુ કોરોના કેસ નોંધાય રહ્યા છે. તેમજ દરરોજના અંદાજિત 5 હજારથી વધુ મોત થઈ રહ્યા હોવાનો પણ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. ચીન તરફથી કોઈ પણ આંકડાની જાહેરાત કરવા માટેનું કોવિડ ડેટા સેન્ટરર પણ બંધ કરી દીધું છે
એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં લંડન સ્થિત એરફિનિટી ફર્મ અનુસાર, જ્યારથી ચીને તેને હટાવ્યું છે ત્યારથી ઓમિક્રોનનું નવું વેરિઅન્ટ વધુ આક્રમક બની ગયું છે. જેના કારણે આગામી એક મહિનામાં કોરોનાના નવા કેસની સંખ્યા 3.7 લાખ સુધી પહોંચી શકે છે. માર્ચમાં આ આંકડા 4.2 મિલિયન (45 લાખ) સુધી પહોંચી શકે છે.
ટેસ્ટિંગ પ્રક્રિયા બંધ
આ સંસ્થાના ચીફ ડૉ. લુઈસ બ્લેરે જણાવ્યું કે ચીને મોટા પાયે કોવિડ ટેસ્ટ બંધ કરી દીધા છે. અને હવે તે લક્ષણો વગરના કેસની જાણ કરતું નથી. તે જ સમયે, ચીની નાગરિકોએ હવે ઝડપી પરીક્ષણનો આશરો લેવો પડશે, જે વિશ્વસનીય પદ્ધતિ નથી. જેના કારણે સમગ્ર વિશ્વ માટે પણ ચિંતાજનક સ્થિતિ છે.
આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોરોના એડવાઈઝરી જાહેર, થર્મલ સ્કેનિંગ અને રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવશે
ડૉક્ટરોની અછતના કારણે દર્દીઓની મુશ્કેલી
બીજી તરફ ચીનના Guabcha.com સહિત તમામ ચીની મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, ચીનની મોટાભાગની હોસ્પિટલો ઓછા ડોકટરો અને વધુ દર્દીઓની સમસ્યાનો સામનો કરી રહી છે. હાલત એ છે કે ચીનમાં માત્ર હોસ્પિટલના પલંગ, વેન્ટિલેટર અને દવાઓની અછત નથી, પરંતુ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની પણ અછત છે.
ચીને કોરોના ટેસ્ટની પદ્ધતિ બદલી
ગયા મહિને, એરફિનિટીએ તેનું વિશ્લેષણ બહાર પાડ્યું હતું, જે મુજબ ચીનમાં કોવિડ 19 થી 1.3 થી 2.1 મિલિયન લોકો મૃત્યુ પામી શકે છે. બ્લેરે જણાવ્યું હતું કે ચીને કોવિડ -19 મૃત્યુ નોંધવાની રીત બદલી છે, જેમાં માત્ર એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ સકારાત્મક પરીક્ષણ કર્યા પછી શ્વસન નિષ્ફળતા અથવા ન્યુમોનિયાથી મૃત્યુ પામે છે.
હોસ્પિટલોની ખરાબ હાલત
ઘેબ્રેયસસ, જેમણે બુધવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે WHO “ચીનમાં ગંભીર બીમારીના વધતા અહેવાલો સાથે વિકસતી પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત છે. માહિતી અનુસાર, કોરોના વાયરસના પ્રકોપથી ચીનની રાજધાનીની તબીબી સંસ્થાઓને હાવી થઈ ગઈ છે. તેણે કહ્યું, હોસ્પિટલો ભરાઈ ગઈ છે. 104-ડિગ્રી તાવવાળા વૃદ્ધ દર્દીઓ પાસે હોસ્પિટલની બહાર છ કલાક રાહ જોવાનો અથવા ઘરે જવાનો વિકલ્પ હોય છે.
આ પણ વાંચો : ‘કોરોના હજુ ગયો નથી’ – જાણો PM મોદીએ હાઈ લેવલ બેઠકમાં શું કહ્યું..