નેશનલસ્પોર્ટસ

25મી યુવા રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશીપ – 2022 માં ગુજરાતનો દબદબો, જીત્યો ગોલ્ડ મેડલ

Text To Speech

પન્ના : વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ગત તા.16થી 22 ડિસેમ્બર દરમિયાન મધ્ય પ્રદેશના પન્ના ખાતે 25મી યુવા રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશીપ – 2022 નું આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટમાં ગુજરાતનો દબદબો રહ્યો હતો. ગુજરાતની ટીમે આ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચી દીધો છે. ગુજરાતની પુરૂષોની ટીમને તેમની આ ઉત્કૃષ્ટ રમત બદલ ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

25મી યુવા રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશીપ - 2022 -humdekhengenews

 

ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચવામાં શું હતી રમતની સ્થિતિ

ગુજરાત યુથ મેન વોલીબોલની ટીમે ફાઈનલ જીતી ઇતિહાસ રચી દીધો છે. ત્યારે તેમની ફાઈનલ સુધી પહોંચવાની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચવા ગુજરાતની ટીમે ઓરિસ્સા, અસામ, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ, હરિયાણા અને પોંડીચેરી સામે યોજાયેલા મેચમાં ગુજરાત બીટ ઓડિશા (3-0) 25-21, 25-21, 25-14 ગુજરાત બીટ આસામ (3-0) 25-19, 25-20, 25-21 ગુજરાત બીટ હિમાચલ પ્રદેશ (3-0) 25-13,25-08, 25-20 ગુજરાત બીટ તામિલનાડુ (3-0) 25-12, 25-19, 25-19 હરિયાણા બીટ ગુજરાત (3-0) 25-2O, 25-16, 25-14 અને ગુજરાત બીટ પોંડિચેરી (3-1) 25-19, 24-26, 26-24, 25-17 રહ્યું હતું. આ 6 પૈકી એક મેચ ગુજરાત હાર્યું હતું. જો કે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી જતા રાજસ્થાન સામે (3-1) 25-19, 24–26, 26-24, 25-17થી જીત મેળવી હતી.

25મી યુવા રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશીપ - 2022 -humdekhengenews

સેમી ફાઈનલ અને ફાઇનલમાં શું હતી પરિસ્થિતિ ?

ગુજરાતની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં જીતી ગયા બાદ સેમી ફાઇનલમાં તેનો મેચ ઉત્તર પ્રદેશ સાથે યોજાયો હતો. જેમાં (3-1) 27-25,19-25,25-21, 25-21 થી જીત મેળવી ફાઇનલમાં હરિયાણા સામે ટક્કર થઈ હતી જેમાં પણ ગુજરાતે સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને (3 – 2) 21-25, 25-22, 21-25, 25-19,17-15 થી ગોલ્ડ જીત્યો હતો.

25મી યુવા રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશીપ - 2022 -humdekhengenews

Back to top button