મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું છે કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના મૃત્યુની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ, 28 વર્ષીય દિશા સાલિયાને કથિત રીતે મુંબઈના મલાડ વિસ્તારમાં 8 જૂન 2020ના રોજ બહુમાળી ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. તે જ સમયે, 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં તેના એપાર્ટમેન્ટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
ભાજપે તપાસની માંગ કરી હતી
ભાજપના નેતાઓએ સાલિયાનના મૃત્યુની તપાસની માંગ કરી હતી. ભાજપના નેતા ફડણવીસ રાજ્યના ગૃહમંત્રી પણ છે. તેમણે ગૃહમાં કહ્યું, “મામલો પહેલેથી જ મુંબઈ પોલીસ પાસે છે. જેની પાસે પુરાવા છે તેઓ આપી શકે છે. એક SIT તેની તપાસ કરશે.
નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવશે
ફડણવીસે કહ્યું કે તપાસ કોઈને પણ નિશાન બનાવ્યા વિના નિષ્પક્ષ રીતે કરવામાં આવશે. શાસક ગઠબંધનના ધારાસભ્યોએ સાલિયાનના મૃત્યુની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની માંગ કરી હતી. આ મુદ્દે ગૃહની કાર્યવાહી પાંચ વખત સ્થગિત કરવામાં આવી હતી. તેઓ સ્પષ્ટપણે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ધારાસભ્યો અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેને નિશાન બનાવી રહ્યા હતા. આ મામલો સૌપ્રથમ ગૃહમાં બાલાસાહેબચી શિવસેના (મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથ) ધારાસભ્ય ભરત ગોગાવલે દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને તેની સાથે ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે પણ હતા.
આ પણ વાંચો : ‘કોરોના હજુ ગયો નથી’ – જાણો PM મોદીએ હાઈ લેવલ બેઠકમાં શું કહ્યું..