

ગુજરાત સરકારે ચૂંટણી સમયે જનતાને કરેલો પોતાનો પ્રથમ વાયદો સરકાર બનવાના 10 દિવસની અંદર જ પૂર્ણ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે.
સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે, રાજ્ય સરકારે ચૂંટણી પહેલાં જ લોકોની સુખાકારી માટેનો નિર્ણય કર્યો હતો. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે, જેના સામે હવે સરકારે કુલ ખર્ચની રકમ રૂ. 10 લાખ કરી છે.
આ પણ વાંચો : કોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકારે બનાવ્યો એક્શન પ્લાન, તમામ મોર્ચે શરૂ કરી તૈયારી
આ સાથે જ રાજ્ય સરકારે પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ બાબતે ચર્ચા થઈ છે. આગામી 5 વર્ષમાં શું સુવિધા આપવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવી છે. ગુજરાતમાં તમામ કોલેજ, યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન થશે. દર 15 દિવસમાં સફાઈ અભિયાન થશે. સફાઈ અભિયાન માટે નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, ફેમિલી કાર્ડ યોજના અમલ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વારંવાર અપલોડ ન કરવા પડે તે માટે ફેમિલી કાર્ડ બનાવાશે. તે ઉપરાંત, પટેલે કહ્યું કે, દેવભૂમિ દ્વારકા કોરિડોર બનવવામાં ભગવાન શ્રીકૃષ્ણની વિશાલ પ્રતિમા, વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂગેલેરી બનાવવામાં આવશે. આવતી જન્માષ્ટમી સુધીમાં ફેઝ 1નું કામ પૂર્ણ કરી દેવાશે. ગીતા શિક્ષણ અભ્યાસ મારફતે વિદ્યાર્થીઓને જીવનમાં ઉતારે તે માટે અભ્યાસક્રમ તૈયાર થઈ ગયો છે.