Bharat Jodo Yatra : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને રાહુલ ગાંધીનો કરારો જવાબ
Bharat Jodo Yatra : રાહુલ-ગાંધીના નેતૃત્વમાં ભારતભરમાં ભારત જોડો યાત્રા 7 September 2022 ના રોજ કન્યાકુમારી થી શરૂ કરી હાલ આજ-રોજ આ યાત્રાના 100 કરતા પણ વધારે દિવસથી એટલેકે 106 દિવસથી ભારત જોડો યાત્રા ચાલી રહી છે.
ત્યારે હવે વિશ્વ-ભરમાં હવે ફરી કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે.અને હવે ભારતમાં પણ કોરોના વેરિયન્ટ BF-7 ના કેસો સામે આવી રહ્યા છે.ત્યારે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી ને પત્ર લખ્યો હતો અને આ પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને દેશના હિતમાં યાત્રા સ્થગિત કરવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય નથી, તો જાહેર આરોગ્ય કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અને દેશને કોવિડ મહામારીથી બચાવવા માટે, હું ‘ભારત જોડો યાત્રા’ને સ્થગિત કરવા વિનંતી કરું છું..”
#WATCH | …It's their (BJP) new idea, they wrote a letter to me saying COVID is coming & stop the Yatra. All these are excuses to stop this Yatra, they are scared of India's truth: Rahul Gandhi on Union Health min's letter pertaining to Covid protocols in Bharat Jodo Yatra pic.twitter.com/BCzziH2n06
— ANI (@ANI) December 22, 2022
આ દરમ્યાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હરિયાણાના નૂંહમાં મોદી સરકાર પર નિશાન સાધ્યુ અને પત્ર પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મને પત્ર લખવામાં આવ્યો કે, યાત્રા બંધ કરો, કોવિડ આવી રહ્યો છે. પરંતુ તે યાત્રા રોકવા માટેનું બહાનું છે. તેમણે વધુમાં કહ્યું કે, તમે ગમે તેટલો પ્રયત્ન કરો અમે તૂટવાના નથી.
અને તેમણે વધુમાં જણાવ્યું કે,ભારત ડરપોક દેશ નથી અને તે કોઈનાથી ડરતો નથી. અને અમે દેશને તૂટવા નહીં દઈએ.અને સાથે-સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે, જો હરિયાણામાં અમારી સરકાર આવશે તો અમે તમામ કામ કરીને બતાવીશું.
प्रधानमंत्री जी, दिल्ली की तरफ आ रहा ये जनसैलाब, महंगाई, बेरोज़गारी और नफ़रत के खिलाफ है।
हम जनता का दर्द समझते हैं, तभी ₹500 का गैस सिलेंडर, सरकारी नौकरी और मुफ़्त इलाज दे रहे हैं।
आज देश के 100 में 42 युवा बेरोज़गार हैं। क्या 'हर घर बेरोज़गारी और गरीबी' ही आपका 'विकास' है? pic.twitter.com/BDWcDBPj0O
— Rahul Gandhi (@RahulGandhi) December 22, 2022
આ પણ વાંચો : ‘દેશહિતમાં સ્થગિત કરી દે ભારત જોડો યાત્રા’, કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્રો, જાણો શું છે કારણ