સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના, પાગલ પ્રેમીએ યુવતીનું સરેઆમ ગળું કાપ્યું
સુરતમાં બનેલ ગ્રીષ્મા કેસ બાદ ફરી એક તેના જેવો જ બનાવ સામે આવ્યો છે. ત્યારે એક તરફા પ્રેમમાં પાગલ સુરતના યુવકે ભર બજારમાં છોકરીનું ગળુ કાપી નાખતા ચકચારી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ યુવતી સાથેના પ્રેમ સબંધ બાદ યુવતીએ સબંધ તોડી નાખતા યુવકે યુવતીની નીર્મમ હત્યા કરી હતી.
સુરતમાં પ્રેમ પ્રકરણમાં યુવકે ગ્રીષ્મા હત્યા કેસને ફરી દોહરાવ્યો છે. મળતી માહિતી મુજબ યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સબંધ હતો જે બાદ યુવકના ત્રાસથી યુવતીએ તે સબંધ તોડી નાખ્યો અને જે બાદ યુવક આવેશમાં આવી હુમલો કર્યો. જે બાદ યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી છે. ત્યારે પોલીસે આરોપી રામસિંહની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો: જયપુર : શ્રદ્ધા મર્ડર કેસથી પ્રેરિત થઈને ભત્રીજાએ કાકીની હત્યા કરી લાશના કર્યા 10 ટૂકડા !
સુરતના સચિન વિસ્તારની આ ઘટના છે. જ્યાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે સરે આમ ગળે કટર ફેરવી દીધુ હતુ. યુવતી સાથેના સબંધ બાદ યુવકના ત્રાસના કારણે યુવતીએ સબંધ તોડી દીધો હતો.જેને લઈને આવેશમાં આવી યુવકે યુવતી પર હુમલો કર્યો છે. જે બાદ પોલીસે યુવકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.