ધર્મ

2022 ની અંતિમ અમાસ પર આ વસ્તુઓથી કરો સ્નાન, જાણો શું છે મહત્વ

Text To Speech

આવતીકાલે 23 ડિસેમ્બરના આ વર્ષની છેલ્લી અમાસ છે. જેને માગશર અમાસ પણ કહેવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા અને પિતૃઓની શાંતિ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. જેનાથી વિશેષ લાભ થાય છે. આ ઉપરાંત વર્ષની આ અમાસ પર કેટલીક વસ્તુઓ નાખીને સ્નાન કરવામાં આવે તો તેનાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

આ પણ વાંચો : 25 ડિસેમ્બરે તુલસી પુજન જરૂરથી કરજો, જાણો તેનાથી શું થશે ફાયદા?

માગશર અમાસ સ્નાન માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ નાખીને સ્નાન કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે. જીવનમાં ધન અને સુખનું આગમન થાય છે. મહાલક્ષ્મીના આશીર્વાદ વરસે છે. માગશર અમાસ પર કઈ વસ્તુઓથી સ્નાન કરવાથી શું લાભ થાય છે તે જાણીએ.

તલ સ્નાનનો મહિમા Hum Dekhenge News

તલ : ધન મેળવવા માટે આ વર્ષની અંતિમ અમાવાસ્યાના દિવસે પાણીમાં થોડા તલ નાખીને સ્નાન કરો. તેનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન-ધાન્યની કમી નથી રહેતી. આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

દૂધ અથવા સફેદ ચંદન : જે લોકોની કુંડળીમાં ચંદ્ર દોષ હોય તે લોકોએ પોષ અમાસ પર પાણીમાં દૂધ અથવા સફેદ ચંદન ભેળવીને સ્નાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે તે માનસિક શાંતિ અને શારીરિક શક્તિ તેમજ દીર્ધાયુ પ્રાપ્ત થાય છે.

માગશર અમાસના તિથિ અને મુહૂર્ત

હિન્દુ પંચાંગ અનુસાર માગશર અમાસ તિથિ 22 ડિસેમ્બર 2022ના રોજ સાંજે 07.13 કલાકે શરૂ થશે. 23 ડિસેમ્બર 2022 ના રોજ બપોરે 03.46 વાગ્યે માગશર મહિનાની અમાસ તિથિ સમાપ્ત થશે.

  • સ્નાન મુહૂર્ત- સવારે 5.24થી 6.18 (23 ડિસેમ્બર)
  • અભિજીત મુહૂર્ત- બપોરે 12.5થી 12.47 (23 ડિસેમ્બર)
Back to top button