નેશનલ

કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો બતાવતા વાઈરલ મેસેજનું શું છે સત્ય?

Text To Speech

ચીન સહિત અનેક દેશમાં કોરોના તબાહી મચાવી રહ્યો છે. ત્યારે વધી રહેલા કોરોનાના કેસ તંત્ર અલર્ટ મોડ પર છે. ત્યારે ચીનમાં વધતા કોસો વચ્ચે આરોગ્યતંત્રએ કામગીરી હાથ ધરી દીધી છે. જે અંગે ગતરોજને હેલ્થ મીનીસ્ટર મનસુખ માંડવીયાની મીટિંગ યોજાઈ હતી.

COVID 19
ZOE હેલ્થ સ્ટડી મુજબ, સૂંઘવાની શક્તિમાં ઘટાડો અને શ્વાસ લેવામાં તકલીફ કોવિડ-19ના BF.7 વેરિયન્ટના કોમન લક્ષણ છે.

ત્યારે કોરોનાના સમાચાર વચ્ચે છેલ્લા બે દિવસથી COVID-Omicron XBBના લક્ષણોનોને લઈને વોટ્સએપ તેમજ ટ્વીટરમાં પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. જે ઝડપથી ફેલાતા આ પોસ્ટ પાછળનું સત્ય શું છે તેને લઈને મીનીસ્ટ્રી ઓફ હેલ્થએ  જાહેરાત કરી છે.

મેસેજ ફેક હોવાની સ્પષ્ટતા 

મીનીસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા આ પોસ્ટને તેમના ટ્વીટર અકાઉન્ટ પર રિપોસ્ટ કરવામાં આવી છે. તેમજ આ પોસ્ટ ફેકત હોવાનો પણ દાવો કર્યો છે. ત્યારે કોરોનાના હાહાકાર વચ્ચે દેશના લોકો આવા વાઈરલ થતા ફેક ન્યુઝથી દુર રહે તે અંગે પણ જણાવવામાં આવ્યુ છે.

Back to top button