ગુજરાતટોપ ન્યૂઝ

સાવધાન: ગુજરાતના આ શહેરમાં કોરોનાના બી.એફ.7 વેરીએન્ટનો પહેલો કેસ નોંધાયો

Text To Speech

વિશ્વમાં કોરોનાની લહેર આવી ગઇ છે. ત્યારે ભારતમાં કોરોના કેસ આવવા લાગ્યા છે. ત્યારે ગુજરાતના વડોદરામાં બી.એફ.7 વેરીએન્ટનો પહેલો કેસ નોંધાયો છે. જેને પગલે તંત્ર એક્શનમાં આવ્યું છે. તથા તેને પગલે ગોત્રી હોસ્પિટલમાં તૈયારીઓ હાથ ધરાઈ છે. સુભાનપુરા વિસ્તારની 61 વર્ષીય મહિલાને કોરોનાના બી.એફ.7 વેરીએન્ટનું નિદાન થતા વડોદરા તંત્ર એક્શનમાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો પગપેસારો, આ શહેરમાં વિદેશથી આવેલ યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

બી.એફ.7 વેરીએન્ટમાં કોઈ નવી સારવાર હોતી નથી

ત્રણ મહિના પહેલા કોરોના સંક્રમિત થયેલ 61 વર્ષના મહિલાને કોરોનાના નવા વેરિએન્ટ બીએફ.7 પ્રકારનું ઇન્ફેક્શન થયુ હોવાનો રિપોર્ટ આવ્યો છે. જેના પગલે તંત્રએ તકેદારીના ભાગરૂપે વડોદરાના લોકોને સાવચેત રહેવા માટે સૂચન કર્યુ છે. જો કે આ મહિલા દર્દી કોરોનામુક્ત થઇ ચુક્યા છે અને સ્વસ્થ છે. ગોત્રી હોસ્પિટલમાં 13 હજાર લીટર ઓક્સિજન કેપેસિટી છે. તેમજ 10 ઓક્સિજન પ્લાન્ટમાંથી 2 પ્લાન્ટ બંધ એટલે કે મેન્ટેનન્સ હેઠળ છે. કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે હાલ ગોત્રી હોસ્પિટલમાં 10 બેડનો કોવિડ વોર્ડ કાર્યરત છે. ફરીથી કોવિડ વોર્ડમાં 70 થી 100 બેડ ઉભા કરાશે. ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી હાથ ધરાઈ છે. તથા પ્રથમ વેવથી હમણાં સુધી ફરજ બજાવનાર સ્ટાફ સજ્જ છે. જેમાં બી.એફ.7 વેરીએન્ટમાં કોઈ નવી સારવાર હોતી નથી.

આ પણ વાંચો: અમદાવાદ: રિવરફ્રન્ટ પર બાળકો ડ્રગ્સ લઈ રહ્યા છે, ‘ગોગો’ પાઇપ તથા અન્ય ચીજો મળી – કોંગ્રેસ નેતા

સુભાનપુરાના મહિલાને કોરોનાનું બીએફ.7 પ્રકારનું ઇન્ફેક્શન હોવાનુ બહાર આવ્યુ

જીનોમ સિક્વન્સ બાદ સુભાનપુરાના મહિલાને કોરોનાનું બીએફ.7 પ્રકારનું ઇન્ફેક્શન હોવાનુ બહાર આવ્યુ હતું. જો કે આ રિપોર્ટ આવે તે પહેલા તો મહિલા કોરોનામુક્ત થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 3 મહિનામા વડોદરાની મહિલા અને અમદાવાદના બે દર્દીઓ મળીને કુલ 3 દર્દીઓને બીએફ.7 પ્રકારનું સંક્રમણ લાગ્યુ છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ભારતમાં બહોળા પ્રમાણમાં વેક્સિનેશન થયું હોવાથી બીએફ.7નું સંક્રમણ ખતરનાક સાબિત નહી થાય તેમ છતાં સાવચેતી અને તકેદારી રાખવી જરૂરી છે.

Back to top button