ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : પાલિતાણામાં થયેલી તોડફોડના વિરોધમાં ડીસાના જૈન સમાજની યોજાઈ મૌન રેલી

Text To Speech

પાલનપુર : સૌરાષ્ટ્ર ના પાલિતાણામાં થયેલ તોડફોડના વિરોધમાં ડીસાના જૈન સમાજ દ્વારા ગુરૂવાર સવારે મૌન રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા. રેલી નાયબ કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

 

પાલિતાણામાં થયેલ તોડફોડના સમગ્ર રાજ્યમાં તીવ્ર પ્રત્યાઘાત પડયા છે. અને જૈન સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. ત્યારે ડીસાના જૈન સમાજ દ્વારા આજે (ગુરૂવાર) ના સવારે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી રીસાલા બજારથી નીકળીને ગાંધીજીના પ્રતિમા પાસેથી ફુવારા સર્કલ, બગીચા સર્કલ થઈને પ્રાંત ઓફીસ પહોંચી હતી.

જ્યાં ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માગણી કરવામાં આવી હતી કે, આવા અસામાજીક તત્વો સામે કડક પગલાં ભરવા જોઇએ અને સરકારને અનુરોધ કરીને આવા અસામાજીક તત્વો સામે ઝડપથી કડક કાર્યવાહી કરી સજા કરવામાં આવે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો પગપેસારો, આ શહેરમાં વિદેશથી આવેલ યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Back to top button